હરનીશભાઇ સાથે ..

AKHIL (7:03 AM): નમસ્તે

harnish Jani (7:04 AM): કેમ છો ગુરુ

harnish Jani (7:04 AM): ગુડ મોર્નિંગ

AKHIL (7:04 AM): મોજમાં

harnish Jani (7:04 AM): કયાં ફરો છો આજકાલ

AKHIL (7:04 AM): તમે કેમ છો ?

AKHIL (7:04 AM): ભૂજ જઇ આવ્યા

harnish Jani (7:05 AM): વો હી રફ્તાર બેઢંગી

harnish Jani (7:05 AM): બહુ સરસ

AKHIL (7:05 AM): વરસાડ મન મૂકીને વરસી રહ્યો છે.

AKHIL (7:05 AM): વરસાદ .. વલસાડમાં

harnish Jani (7:05 AM): એમ?

AKHIL (7:05 AM): હા

harnish Jani (7:05 AM): હજુ કેટલો વખત રહેશે. અત્યાર સુધીમાં કેટલા ઇંચ પડ્યો હશે?

AKHIL (7:06 AM): ન થવું હોય તે ય કદાચ કવિ થઇને કાદવ પર મંડે લખવા !!!

AKHIL (7:06 AM): 87 ઇન્ચ

harnish Jani (7:06 AM): હા હા હા તમે મને હસાવ્યો !

AKHIL (7:06 AM): હવે તો ચાર છ કલાકમાં !ટ તેર ઇન્ચ ઝીંકાઇ જાય… પછી તડકોય નીકળે.

harnish Jani (7:07 AM): દોસ્ત- હવે તો ઘણું બધું ભૂલાઇ ગયું- વરસાદ-તાપ

AKHIL (7:08 AM): કવિતાના એક બ્લોગ પર .. વાદ .. વિવાદ … પ્રતિ વિવાદ … પ્રતિપ્રતિ વિવાદ … યાર, બુધ્ધીવગરનાઓ જે કરે તે હવે બુધ્ધીશાળીઓ કરવા માંડયા લાગે છે.

harnish Jani (7:08 AM): અમેરિકાનો તડકામાં ગરમી નથી- વરસાદમાં એ ઝાપટો નથી-મીઠામાં ખારાશ નથી અને ખાંડમાઅં મિઠાશ નથી

harnish Jani (7:09 AM): વાહ વાહ- સિતાંશુભાઇ મિત્ર છે મારા.

AKHIL (7:09 AM): ઓલ્યા જેવું, નોકરીમાં ડીપ્લોમાવાળાની જગા ડીગ્રીવાળા આવી જાય…

harnish Jani (7:09 AM): ઉનાળામાં અહીં હતા.

harnish Jani (7:10 AM): હા હા હા- તમે તો આજે સટાયરના મુડમાં છો

AKHIL (7:10 AM): મીઠીબાઇમાં ભણતો ત્યારે મારા ગુજરાતીના પ્રાધ્યાપક ..

harnish Jani (7:11 AM): અરે ભાઇ-તમારા ગણિતના પ્રોફેસર રણજીત દેસાઇ અમેરિકામાં છે- અને મારા ચાહક છે

AKHIL (7:11 AM): નારે ….. દિમાગની વાત દિલથી ….. બાકી સાહિત્યને ઓળખ્યા વગર જ સીધેસીધું માણી લેવું જોઇએ એવી સમજ સ્પષ્ટ થતી જાય છે.

harnish Jani (7:12 AM): જે ગમે તે આપણું સાહિત્ય

AKHIL (7:12 AM): હા, કદાચ મને ના ય ઓળખતા હોય..

harnish Jani (7:12 AM): પછી સિનેમાના ગાયન ની ચોપડે ગમે તો તે

AKHIL (7:12 AM): બસ … ગમ્મે તેને સાહિત્યનું લેબલ ના ચોંટાડાય … ગમે તે જ !

harnish Jani (7:13 AM): વાહ વાહ- તમે તો વાક્યે વાક્યે સિક્ષર મારો છો

AKHIL (7:13 AM): બોસ, તમારી સાથે મોજ પડે છે……

AKHIL (7:14 AM): તમારી પાસેથી થોરાંમાં ઘન્નુ ઘન્નુ શીખવા ય મળી જાય છે !! દસ્તુર સાહેબના શબ્દોમાં મોજથી મોજ સાથે મોજ માટે.

harnish Jani (7:14 AM): રણજીત દેસાઇ-સાથે બે કલાક ફ્કત વલસાડની વાતો કરી-

AKHIL (7:14 AM): વાહ વાહ…..સંસ્મરણો તાજા કરી લીધા એમને ?

harnish Jani (7:15 AM): એમને મારું ૧૯૬૦ થી ૧૯૭૦નું વલસાદ ખબર છે

AKHIL (7:15 AM): સરસ..

harnish Jani (7:15 AM): તમે મને તે દિવસે-તમારી અટારીમાંથી ઝલક ડેખાડી હતી તેની વાત પણ કરી

AKHIL (7:16 AM): આજે અહિ ભારતમાં .. ગુજરાતમાં .. શીતળા સાતમ … અને આવતી કાલે જન્માષ્ટમી … શ્રીકૃષ્ણ તો દર વર્ષે જન્મ લે છે પણ, હવે તેમને અર્જુન નથી મળતો.

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in આજની વાત. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s