આપણે

આપણે એવા રાષ્ટ્રમાં રહીએ છીએ કે જયાં,

તમારા ફોન કર્યા બાદ એમ્બયુલન્સ કે પોલિસ કરતાંય ઝડપથી પીઝા પહોંચી શકે છે.

એજયુકેશન લોન 12 % અને કાર લોન 5 % ના દરે ઉપલબ્ધ છે.

ચોખા ચાલિસ રૂપિયે કિલો અને સેલફોનનું સીમ તદ્દન મફત મળે છે.

પૈસાદાર કે અમીર વ્યક્તિ અબજો રૂપિયામાં ક્રિકેટ ટીમ ખરીદે છે પણ જરૂરતમંદ લોકો માટે તેમની સંપત્તિનો ઉપયોગ કરતો નથી.

પ્રત્યેક વ્યક્તિને મશહુર થવું છે પણ તે માટે આવશ્યક ‘પરસેવો’ પાડવો નથી.

સવારે ચાની રેકડી પર બાળમજૂરી વિરોધી લેખ વાંચીને બોલશે કે, બાળમજૂરી કરાવનારાઓને તો ફાંસી દેવી જોઇએ અને પછી તરત કહેશે, અબે .. છોટુ, ચાય જલ્દી લાય ને !!

ઇન્ડીયા શાઇનિંગ કે વાઇબ્રન્ટ ગુજરાત કે વહાલું વલસાડ !!!

કાગડા બધે …

હવે બોલો .. ભારત કોનો દેશ છે ?

જો આપણો તો જાતને સવાલ પૂછો કેમ અને શા માટે આ બધું આપણે ચલાવીએ છીએ ?

કદાચ તમે ‘જીવતા’ હશો તો જવાબ મળશે કે, ‘નપુંસકતા’ નો હુમલો થયો છે.

કોઇ નિડરતા કે નિર્ભયતાના ઇન્જેક્શનની જરૂર જણાય છે ?

અમે સીસ્ટમની અંદર જઇને સીસ્ટમનો પરિચય મેળવીને આવનારી પેઢીને આવા જ નિડરતા કે નિર્ભયતાના ઇન્જેક્શન આપવાનું કામ હાથ પર લીધું છે કે જેથી વર્તમાન બદલીને ભવિષ્ય જેવું જોઇએ છે તેવું બનાવી શકાય.

અમને હવે જરૂર છે,

તમારા સમય અથવા સગવડ અથવા સંપર્ક અથવા શક્તિ અથવા સંપત્તિ અથવા સહયોગ અથવા સલાહ અથવા સૂચન અથવા સાચુકલો સાથ !!

બોલો શું આપવાનો ઇરાદો છે ?

Advertisements

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in આજની વાત. Bookmark the permalink.

5 Responses to આપણે

  1. Bhupendrasinh Raol કહે છે:

    શ્રી અખિલભાઈ,
    આપણે પાગલોની જેમ ટીવી પર ક્રિકેટ જોઈએ છીએ માટે અમીરો મીલીયંસ ડોલર માં ક્રિકેટ ની ટીમો ખરીદે છે.અને એજ પૈસા પાછા ખેરવી લે છે.આપણે પાગલો ની જેમ ક્રિકેટ જોઈએ છીએ માટે મેચ ફિક્સિંગ થાય છે,આપણે બીપી દીવાનખંડ માં વધારીએ છીએ કે હવે સચિન છક્કો મારશે ને મેરા મહાન ભારત જીતી જશે ને સચિન આઉટ થઇ ઘર ભેગો થઇ જાય છે.પહેલા ક્રિકેટ પાછળનું ગાંડપણ દુર કરાવો,એ ઇન્જેક્શન આપ આપી શકશો,એવી અમને આપ પર શ્રદ્ધા છે.સીમ કાર્ડ મફત આપી ને અંબાણીએ બીજા અવળે હાથે કરોડો ખંખેરી લીધા છે.જાહેરાતો નું મનોવિજ્ઞાન ને આંટીઘુટી વિદ્યાર્થીઓ ને આપ સમજાવો.નવી પેઢી આપના હાથમાં છે.અમીરો ની મદદ ની આશા શું કામ રાખવી?એ તો કમાવા બેઠા છે.શીખવાનું આપણે છે.ચેતવાનું આપણે છે.સમજવાનું આપણે છે.કોઈ ઝેર વેચે ,કોઈ લાડવા.શું ખરીદવું તે આપણે શીખવાનું છે.લડવા ના સ્વરૂપ માં ઝેર છે તે ઓળખતાં શીખવો.એજ તમારું ઇન્જેક્શન બની જશે.

  2. વિનય ખત્રી કહે છે:

    એમ્બ્યુલન્સ કરતાં પિઝા પહેલા પહોંચે છે!‘ આ એક પાકિસ્તાની પત્રકારનો વિચાર વિસ્તાર પામતો પામતો ક્યાંનો ક્યાં પહોંચી ગયો!

    અરે ભાઈ, પિઝાવાળો ટુ વ્હીલર પર આવે છે. ગીચ વિસ્તારમાંથી નીકળી શકે, હજી સુધી ટુ વ્હીલર એમ્બ્યુલન્સ શોધાઈ હોય એવું મારી જાણમાં નથી!

  3. ઇન્ટરનેટની દુનિયામાં એ જ તો મજા છે. વિચાર ક્યાંનો ક્યાં ય વહી જાય છે, વ્યક્તિ ત્યાંનો ત્યાં જ રહી જાય છે. માહિતીયુગમાં આમેય હવે માણસદ કરતાં વધારે મહત્વ માહિતીને જ અપાય છે ને ?? પૂરક માહિતી બદલ ધન્યવાદ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s