ફયુચર ઓફ ઇન્ડીયા

ફયુચર ઓફ ઇન્ડીયા

પ્રગતિ માટે પ્રેરણા અને પ્રશિક્ષણ દ્વારા પરિવર્તનશીલ બનવું હવે અનિવાર્ય છે.

ભારત આપણો દેશ છે. ભારતના ભવિષ્યનો આધાર આપણી આજની વિચારધારા અને વર્તમાન વ્યવસ્થા પર છે.

ભૂતકાળના પ્રસંગો અને અનુભવોને આધારે આજની વણસતી જતી પરિસ્થિતિને જો અંકુશમાં લેવાનું કામ આપણે આજે નહિ કરીએ તો પ્રગતિને આડે આવતા અવરોધો નીચે કચડાઇ જશું. વિકાસશીલ રાષ્ટ્રના નાગરિક તરીકે આપણે પ્રગતિ તો કરવાની જ છે, પણ સાથે સાથે તમામ અવરોધો અને ભ્રષ્ટ વ્યવસ્થાને પણ દુરસ્ત કરવાની છે. આ કાર્ય યુવાનો જ કરી શકશે.

યુવાન એટલે જેના મનમાં થનગનાટ, તનમાં તરવરાટ, દિલમાં પ્રેમ અને દિમાગમાં સ્વપના સાકાર કરવાની તમન્ના હોય.

જે સંસ્થાના ઓછામાં ઓછા ૫૦ અને વધૂમાં વધૂ ૧૦૦ વિદ્યાર્થીઓ નીચે પૂછેલ સાતેય સવાલોના જવાબ ‘હકારમાં’ આપશે તો અમે આ કાર્યક્રમ ન નફો, ન ખોટને ધોરણે તે સંસ્થાના ઉપક્રમે કરીશું

૧. તમને આવા યુવાન બનવાની ઇચ્છા છે ?

૨. આવા જ યુવાનોનો સમાજ રચાય એવું ઇચ્છો છો ?

૩. રાષ્ટ્રના વિકાસમાં જ પ્રજાનો વિકાસ સમાયેલો છે – એવું તમે માનો છો ?

૪. રાષ્ટ્રના વિકાસ આટે આવતા વ્યક્તિ કે વ્યવસ્થા પ્રેરીત અવરોધો દૂર કરવાની તમને હવે જરૂર લાગે છે ?

૫. માનવજીવનના મૂલ્યો પર આધારીત રાષ્ટ્રિય વિકાસની સાથે સાથે તમને તમારો વિકાસ કરવાની તક જોઇએ છે ?

૬. યુવાનો દ્વારા વ્યવહાર અને વ્યવસ્થા તંત્રની પુન:રચનાના કાર્યમાં ભાગીદારી કરશો ?

૭. નીડરતા, નિર્ભયતા અને નમ્રતા સાથે ભારતના ઉજવળ ભવિષ્યના ઘડવૈયા બનવા માંગો છો ?

રાજયની તમામ સંસ્થાના વિદ્યાર્થીઓ આવા જ યુવાનોમાં રૂપાંતરીત થાય તે માટે ફયુચર ઓફ ઇન્ડીયા એ આધૂનિક પધ્ધતિથી તૈયાર કરવામાં આવેલ મલ્ટીમીડીયા આધારીત વાર્ષિક તાલીમ કાર્યક્રમ છે. જેમાં બાળકો / યુવાનોએ દર મહિને એક દિવસની સઘન તાલીમ મેળવવાની રહેશે.

વર્ષ ૨૦૧૦–૨૦૧૧ દરમ્યાન અમે રાજયની ફક્ત ૧૬ સંસ્થાઓ આ કાર્યક્રમનો લાભ આપી શકીશુ.

અખિલ સુતરીઆ

Cellphone – 0 9427 222 777

Phone – 02632 243474 / 240842

Email – akhilsutaria

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in આજની વાત. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s