પોઝીટીવ થીંકીંગ ભાગ ૨

.
હા, તો વાત જાણે એમ હતી કે, પોઝીટીવ થીંકીંગ એટલે શું ?

મોટે ભાગે આપણને એવી સલાહ મળતી હોય છે કે નેગેટીવ વીચારવું ના જોઇએ.પોઝીટીવ થીંકીંગ દ્વારા જ માનવી સફળ થઇ શકે .. વીગેરે …

પણ

વીચારવું એટલે થીંકીંગ.

વીચારવું એ એક દિમાગની અંદર વાલતી ક્રિયા કે પ્રક્રિયા છે. આ ક્રિયાના કેન્દ્રસ્થાને ‘વીચાર’ હોય છે.

હવે બીજો સવાલ એ થાય કે ‘વીચાર’ એટલે શું ?

આટલું વાંચતા વાંચતા તો તમે ‘વીચાર’ કરવા માંડયા છો … એટલે કે તમારા દિમાગમાં ‘વીચારવા’ની ક્રિયા શરૂ થઇ ગઇ.

આ ક્રિયા પોઝીટીવ કે નેગેટીવ નથી હોતી.

પરંતુ,

યાર, અખિલભાઇ દિમાગની નસ શું કામ ખેંચો છો ?? કન્ફયુઝ ના કરોને ભઇશાબ. જો આવો ‘વીચાર’ પણ હવે પેલા પહેલા ‘વીચાર’ની સાથે તમારા દિમાગમાં આવતો હોય તો એમ કહેવાય કે તમારૂ દિમાગ એક સાથે બે ‘વીચાર’નું વહન કરે છે.

એટલામાં ત્રીજો ‘વીચાર’ આવ્યો કે, નાનકડા અમથા દિમાગમાં કેટકેટલા ‘વીચાર’ આવીને જતા રહેતા હોય છે. વળી આ બધા ‘વીચાર’ની આવવાની અને જતા રહેવાની ગતિ કે ઝડપનો અંદાજ કાઢવાનું
આપણા માટે તો લગભગ અસંભવ.

હવે વળી ચોથો‘વીચાર’ કૂદી પડયો કે, મૂકોને આ બધી માથાકૂટ,આ બધું ‘વીચાર’કરીને કામ શું છે ?

ત્યાં તો વળી પાંચમો‘વીચાર’ આવી ગયો કે, અલ્યા દિમાગની અંદર ‘વીચાર’ની સાથે શું થાય છે તે તદ્દન સાદી, સરળ, સહેલી અને સમજાઇ જાય તેવી ભાષામાં કોઇ કરતું હોય તો એવી તક જવા દેવાય ?

કહેવાનો આશય એ જ કે,

તમારા દિમાગમાં આવતા પ્રત્યેક ‘વીચાર’ને એનું પોતાનું માપ છે.ઉપરના દ્રષ્ટાંતમાં, પહેલો ‘વીચાર’ મુંઝવણનું સ્વરૂપ છે. બીજો વીચાર’ સવાલનું સ્વરૂપ છે. ત્રીજો ‘વીચાર’ માન્યતા કે જાણકારીનું સ્વરૂપ છે.ચોથો ‘વીચાર’શંકાનું સ્વરૂપ છે.પાંચમો ‘વીચાર’ ધગશ, જીજ્ઞાસા કે કૂતુહલનું સ્વરૂપ છે.

એટલેકે,

‘વીચારવા’થી સમજાય છે કે ‘વીચાર’નું સ્વરૂપ કેવા પ્રકારનું છે.

એવી જ રીતે ‘વીચાર’ના જૂદા જૂદા સ્વરૂપોને ઓળખવાથી એમને મુખ્ય બે વિભાગમાં વહેચી શકાશે.

૧. એવા ‘વીચાર’ જે તમને હકારાત્મક માનસીક વાતાવરણ ઊભું કરી આપે.

અને

૨. એવા‘વીચાર’ જે તમને નકારાત્મક માનસીક વાતાવરણ ઊભું કરી આપે.

તમારા દિમાગમાં બંન્ને પ્રકારના ‘વીચાર’એક સાથે જ આવવાનું અને જવાનું કામ એક સાથે જ કરતા રહેવાના.

પણ કયા પ્રકારના ‘વીચાર’વધુ પ્રમાણમાં તમારૂ દિમાગ રોકી રાખે છે તે મુદ્દાનો વિષય છે.

પોઝીટીવ વીચારો કે નેગેટીવ વીચારો !!!

અને એટલે જ આપણે આપણા દિમાગને ન પોઝીટીવ કે ન નેગેટીવ રાખતાં … ન્યુટ્રલ રહેવાની તાલીમ આપવી જોઇએ.

આશાવાદી કલ્પના કરવાની ક્રિયાને ઘણું ખરું લોકો પોઝીટીવ થીંકીંગ ગણી લેતા હોય છે.

હવે ફરી પાછો એક ‘વીચાર’આવ્યો કે તો પછી‘વીચાર’ અને ‘કલ્પના’ વચ્ચે શું ફેર ?

‘વીચાર’વાનું ચાલૂ કરો …

સમજણ પડે તો જણાવજો અને મુંઝવણ થાય તો પૂછજો.

આવતી કાલે કરશું આગળ વાત.

Advertisements

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in આજની વાત and tagged , , , , , , . Bookmark the permalink.

5 Responses to પોઝીટીવ થીંકીંગ ભાગ ૨

 1. સુરેશ કહે છે:

  કોઈ પ્રક્રિયા પોઝીટીવ કે નેગેટીવ નથી હોતી. તે માત્ર પ્રક્રિયા જ હોય છે. આપણે કયા અંગત કે સામાજિક પરિપ્રેક્ષ્યમાં તેને મૂલવીએ છીએ , તે મૂજબ તે પોઝીટીવ કે નેગેટીવ હોય છે.
  દાત. હિંસા
  ઘઉં ખાનાર પણ હિંસા કરે જ છે ઈંડા ખાનાર જેટલી જ.
  ભાજી ખાનાર પણ મરઘી ખાનાર જેટલી જ હિંસા કરે છે !!
  (ખોટું ન ધારી લેતા – હું શાકાહારી છું!)
  આ લેખ વાંચવા ભલામણ – જીવન એના મૂળમાં શું છે, એની શુધ્ધ વૈજ્ઞાનિક કલ્પના છે –
  http://gadyasoor.wordpress.com/2008/02/06/life-3/

  • બરાબર,
   એજ વાત છે .. ‘વીચારવું’ એ ક્રીયા છે. પોઝીટીવ કે નેગેટીવ ‘વીચાર’ હોય.
   આંબા પર કેરી આવે … કેરી મીઠી ય હોય કે ખાટી ય નીકળે.
   દિમાગમાં વીચાર આવે … પોઝીટીવ આવે અને નેગેટીવ પણ આવે.

 2. nilam doshi કહે છે:

  વિચાર હશે તો કદીક આચારમાં પણ આવશે જ ને ? જેવા વિચાર એવો જ આચાર ને ? આચાર વિનાના વિચારનું મૂલ્ય કેટલું ? સો સારી વાત જાણવી ( અને એક પણ અમલમાં ન મૂકવી તો ) એના કરતાં એક સારી વાતનો અમલ વધારે ચડિયાતો ન ગણાય ?

  પરંતુ અખિલભાઇ અને સુરેશદાદા..તને બંને ખાલી વિચાર કરીને બેસી રહેનારા નથી એની જાણ છે જ.
  તેથી આપ બંનેને સલામ

  • હા, કોલેજના વિદ્યાર્થીઓ સાથે થયેલા સંવાદને કેન્દ્રમાં રાખી પોઝીટીવ થીંકીંગ શબ્દને ચકાસતાં એવું તારણ કાઢયું કે, ‘વીચારવું ’ એ પ્રક્રિયા છે અને પોઝીટીવ કે નેગેટીવ ‘વીચાર’ હોય છે. ‘વીચારો’ના વમળ અને વંટોળ તો દિમાગ પર છવાયેલા જ રહે પરંતુ કયા પ્રકારના ‘વીચાર’ને દિમાગ પ્રમાણમાં વધારે સમય રોકી રાખે છે તેના આધારે નક્કી થાય કે વ્યક્તિ ‘રીએક્ટીવ’ છે કે ‘પ્રોએક્ટીવ’. વળી ‘વીચાર‘ અને ‘કલ્પના‘નો ભેદ પણ જાણવાનું, સમજવાનું કદાચ એટલું જ કઠીન હોવાને કારણે આશાવાદી કલ્પના કરવાની ક્રિયાને ઘણું ખરું લોકો પોઝીટીવ થીંકીંગ ગણી લેતા હોય છે અથવા નીરાશાવાદી કલ્પના કરવાની ક્રિયાને નેગેટીવ થીંકીંગ ગણવામાં આવતું હોય. ‘કલ્પના કરવી’ અને ‘વીચાર કરવો’ પણ એક આખે આખો નવો વિષય છે.

 3. dhavalrajgeera કહે છે:

  Dear Akhil,

  Like Bhai Suresh said,I can fully agree.
  Very interesting topic.
  In wikipedia says….”Thought and thinking are mental forms and processes, respectively (“thought” is both). Thinking allows beings to model the world and to represent it according to their objectives, plans, ends and desires. Words referring to similar concepts and processes include cognition, sentience, consciousness, ideas, and imagination.[1]

  Dear Akhil,This topic is my study,since 1960.
  You can teach this in Gujarati.
  Keep shining

  Rajendra Trivedi, M. D.

  http://www.yogaeast.net
  http://www.bpaindia.org

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s