ધરમપૂરમાં માર્ગદર્શન – બીજો દિવસ

૨૭.૧૧.૨૦૦૯

ધરમપૂરમાં માર્ગદર્શન – બીજો દિવસ

રીપોર્ટ

સવારે ૮,૦૦ કલાકે બટાકાપૌઆ અને ચાનો નાસ્તો કરીને ૮.૩૦ સાયન્સ સેન્ટર પહોંચ્યા.

પ્રજ્ઞેશે ૧૨૦૦ વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવતી એસએમએસએમ હાઇસ્કૂલના આચાર્યનો ફોન પર સંપર્ક કર્યો. તેમની પાસે એક સાથે મા. અને ઉ.મા. શાળાના વિદ્યાર્થીઓને બેસાડવાની વ્યવસ્થા ન હોવાથી ફિલ્મ શો યોજવા ઉદાસીન વાત કરી. શાળાના મોટામાં મોટા ઓરડામાં બધાને નહિ તો કમસે કમ વધુમાં વધુ સમાવેશ થઈ શકે તેટલા વિદ્યાર્થીઓને બેસાડીને પણ બાળકોને લાભ આપી શકાય તેમ જણાવ્યા પછી પણ તેમનામાં અમે ફિલ્મ શોનું આયોજન કરવાનો ઉમળકો લાવી ન શક્યા.

વધુ સમય ન બગાડતા અમે આદર્શ નિવાસી કુમાર શાળા ૧૦,૧૫ કલાકે પહોંચ્યા.૧૦.૩૦ સુધીમાં સાધનોની ગોઠવણી કરીને ૩૫૦ જેટલા બાળકો માટે ફિલ્મ શો કર્યો. ૪૪ મીનીટની ફિલ્મ જોયા બાદ બપોરે ૨.૦૦ સુધી બન્ને પક્ષે ભૂખ્યા પેટે ચાલેલા સવાલ અને જવાબ કાર્યક્રમની સફળતાનું માપ હતું.

બપોરે ભોજન બાદ ૩.૩૦ કલાકે સાયન્સ સેન્ટરની મુલાકાતે આવેલ નજીકની શાળાના ૯૦ જેટલા વિદ્યાર્થીઓને ઓડીટોરીયમમાં ફિલ્મ બતાવી.

અને દિવસને અંતે રાત્રી ભોજન બાદ ૮.૩૦ થી ૧૦.૩૦ દરમ્યાન કે ડી હાઇસ્કૂલના છાત્રાલયમાં ૯૫ જેટલી વિદ્યાર્થીનીઓને ફિલ્મ બતાવ્યા બાદ સવાલ જવાબ કર્યા.

અવલોકન

આદિવાસીઓ અને તેમના બાળકોના વિકાસ માટે કામ કરતી સંસ્થાઓ બીલાડીના ટોપની જેમ ફૂટી નીકળી છે. પશ્ચિમ ભારતના મહત્વના મોટા શહેરમાં રહેતા આર્થીક રીતે સુખી લોકોને સેવા કરવાનું બહુ મન થાય ત્યારે  ધરમપૂરમાં ઉમટી પડે છે. જાતજાત અને ભાતભાતની જીવન વપરાશના સાધન, સામગ્રી, ચીજવસ્તુઓના નિશુલ્ક વિતરણ સાથે સાથે તેમના સ્વસ્થ અને નિરોગી આરોગ્ય માટે નિશુલ્ક દવાખાના ચલાવે છે. મને લોકસંપર્ક કરતાં જણાઇ આવ્યું કે આને લીધે આદિવાસી અત્યંત બુધ્ધીશાળી થઇ ગઇ છે. તેમને ક્યારે કોણ શું કેમ અને કેવી રીતે આપવા આવશે અથવા કયારે કોની પાસે શેની અપેક્ષા રાખી શકાય તેની સમજ આદિવાસી બાળકો સુધ્ધાં હવે કેળવી ચૂક્યા છે.

અપવાદરૂપ એકાદ–બે એનજીઓને બાદ કરતાં બાકીના બધા જ ‘અમે જ શ્રેષ્ઠ કામ કરીએ છીએ‘ ની લાયમાં અન્ય સેવાભાવી સંસ્થાઓ સાથે હાથ મીલાવ્યા વગર, સમજણપૂર્વક જરૂરીયાત જાણ્યા વગર, વિકાસલક્ષી કામ કરવાને બદલે સીધી સહાય આપતા રહેવાની વૃતી ધરાવતા એનજીઓ દ્વારા લાંબે ગાળે કેવા પરિણામ આવશે તે વિચારવાનો સમય પાકી ગયો છે.

પરીણામ

ખબર નથી.

Advertisements

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in આજની વાત. Bookmark the permalink.

3 Responses to ધરમપૂરમાં માર્ગદર્શન – બીજો દિવસ

  1. maulik shah કહે છે:

    very neutral and perfect observation. I would like to know what was different in adivasi children in terms of knowledge and other their queries..compared to other city children..?

  2. Bhupendrasinh Raol કહે છે:

    પછી તો આદિવાસીઓ ને મફત નું ખાવાની ટેવ પડી જાય.જાતે મહેનત કરી કમાવાનું ને ખાવાની આદત પડાવી જોઈએ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s