ઉમરગામમાં માર્ગદર્શન – પહેલો દિવસ

માગુયા દિવસ ૦૦૨

સોમવાર, ૨૩.૧૧.૨૦૦૯ … ઉમરગામમાં માર્ગદર્શન – પહેલો દિવસ

રીપોર્ટ –

ઉમરગામ ખાતે ઇન્ટરેક્ટ ક્લબના તરૂણો અને રોટરી ક્લબના મિત્ર આરૂલે સોલસુંબાની એમ કે મહેતા હાઇસ્કૂલમાં માર્ગદર્શનનું આયોજન કર્યું હતુ. સભાખંડની પહોળાઇ ૧૮ ફૂટ અને લંબાઇ ૧૨૦ ફૂટ જેટલી હશે.

સવારે ૧૦ થી ૧૨.૩૦ દરમ્યાન સ્થાનિક બી.એડ કોલેજના ૧૦૦ અને બાજૂમાં જ આવેલ બી.એમ. હાઇસ્કૂલના ૧૫૦ વિદ્યાર્થીઓ હાજર હતા.

હોટલ આરામમાં ભોજન લીધું.

બપોરે ૨ થી ૪.૩૦ ધોરણ ૯ અને ૧૦ ૨૭૫ વિદ્યાર્થીઓ હાજર હતા. ૧૫ શિક્ષકોએ પણ કાર્યક્રમનો લાભ લીધો.

આજે અહિ સોમવારની સાપ્તાહિક રજા હોવાથી સાંજે ૫ વાગ્યે ઉમરગામના દરિયા કિનારે સ્થાનિક લોકો ઉમટી પડશે એવી ધારણાથી અમે સૌ દરિયે પહોંચી ગયા પણ ભારત અને શ્રીલંકા વચ્ચે ચાલી રહેલી ક્રિકેટ મેચને કારણે ધારેલી સંખ્યામાં લોકોને મળી ન શકાયું.

આજે સાંજે વિનોદભાઇ, અનુપભાઇ અને દર્શન વોરાને મળવાનું થયું. તેમના સંપર્ક દ્વારા અન્ય સંસ્થાઓના ઉપક્રમે માર્ગદર્શનનું આયોજન કરી શકાશે.
જયોતસે જયોત જલાતે ચલો, પ્રેમકી ગંગા બહાતે ચલો જેવું થઇ રહ્યું છે.

અવલોકન –

૧. શરૂઆતમાં શરમાળ અને શાંત જણાયેલા વિદ્યાર્થીઓ ફિલ્મ જોઇ લીધા બાદ અત્યંત વાચાળ બની ગયા. તેમની જીજ્ઞાસાનું સ્તર ઉચે ગયું અને તેથી જ તેમણે પૂછેલા સવાલોની સંખ્યા ઘણી વધારે હતી.
૨. તેમના સવાલોમાં પરીપક્વતા હતી.
૩. આ કાર્યયક્રમના ભાગ બનવા સુધીની તેમની તૈયારી થઇ આવી,
૪. તેમના ચહેરા પર નવા અનુભવ કર્યાનો આનંદ અને ઉત્તેજના દેખાઇ આવતા હતા.
૫. અચાનક અને કોઇ પણ જાતની પૂર્વજાણકારી વગર તેમને થયેલા આ અનુભવની તેમના પર થયેલી અસરનું વર્ણન કરવું મુશ્કેલ છે.

પરિણામ –

માઇક વચ્ચેથી બગડી ગયું. શો મસ્ટ ગો ઓન … વગર માઇકે … ફેફસામાં હવા ભરીને ૭૦ મીનીટ સવાલ જવાબ કર્યા.

ધોરણ દસમાં ભણતા ધવલે પોતાની હોસ્ટેલના ગૃહપતિ ત્રીલોકભાઇને સાંજે તેને થયેલા અનુભવની વાત કરી અને ત્રીલોકભાઇનો સંપર્ક મારી સાથે ફોન પર કરાવ્યો. તેમની હોસ્ટેલમાં રહેતા ૯૦ બાળકો માટે માર્ગદર્શનનું આયોજન કરવા આવતીકાલે રૂબરૂ મળવાનું નક્કી કર્યું છે.

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in આજની વાત. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s