ઉમરસાડીમાં માર્ગદર્શન

 

રીપોર્ટ

તા.૨૧મી નવેમ્બરે સવારે ૯.૩૦ થી બપોરે ૧.૩૦ દરમ્યાન જેવીપી સ્મારક હાઇસ્કૂલના ધોરણ ૭, ૮, ૯ અને ૧૦ માં ભણતા ૪૫૦ બાળકો અને શિક્ષકગણના ૧૫ સદસ્યો માટે માર્ગદર્શનનો ફિલ્મ શો યોજાયો.

અશોક ટંડેલ અમારા યજમાન હતા.

અવલોકન

 1. વિદ્યાર્થીઓ વધુ પડતા ચંચળ હતા. તેમનામાં એકાગ્રતાનો અભાવ જણાયો. ૪૪ મીનીટની ફિલ્મ જોવા તેમનામાં એકધારૂ  બેસી શકવાની ક્ષમતાનો અભાવ જણાયો.
 2. મારા સાદા, સરળ અને સહેલા સવાલોના જવાબ આપવામાં પણ સંકોચ અનુભવતા જણાયા.
 3. શિક્ષકો અને વાલીઓ દ્વારા અપાતા શિક્ષણ અને સંસ્કારનું સંયુક્ત પ્રતિબિંબ વિદ્યાર્થીઓના વાણી, વિચાર અને વ્યવહારમાં જોવા મળ્યું.
 4. મહદ અંશે વિદ્યાર્થીઓ ધ્યેય વિહિન જોવા મળ્યા.
 5. શનિવાર હોવાથી સૌને પોતપોતાને ઘેર પહોંચવાની તાલાવેલી જણાઇ આવી.

પરીણામ

ઐસા ભી હોતા હૈ. .. હવેથી જૂથ સંખ્યા ૧૫૦ થી ૨૦૦ની વચ્ચે રાખવાની.

આવતી કાલે આરૂલ સાથે ઉમરગામની ૩ કે ૪ શાળાના બાળકો માટે જઇશું.

અમારૂ રાત્રી રોકાણ ઉમરગામમાં આરૂલ – 9898361611 ને ત્યાં તા. ૨૩, ૨૪ અને ૨૫મી નવેમ્બરે હશે.

તા. ૨૫ નવેમ્બરે સાંજ સુધીમાં ધરમપૂર પહોંચીશું.

ધરમપૂરના યજમાન શ્રી. એન ટી કાસર, જીલ્લા વિજ્ઞાન કેન્દ્ર – ફોન નં.  02633 242012.

અખિલ.

Advertisements

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in આજની વાત. Bookmark the permalink.

4 Responses to ઉમરસાડીમાં માર્ગદર્શન

 1. Harnish Jani કહે છે:

  Plz-Do write ur observations about the students-Teachers-Attitude of the public-It is very instersting to know ur reaction-Good or Bad-
  વિદ્યાર્થીઓ વધુ પડતા ચંચળ હતા. તેમનામાં એકાગ્રતાનો અભાવ જણાયો. ૪૪ મીનીટની ફિલ્મ જોવા તેમનામાં એકધારૂ બેસી શકવાની ક્ષમતાનો અભાવ જણાયો.
  Young childrens concentration slan is Half Min-That is why TV Advertizement is no longer then Half Min–And big businesses always want to make Kids as a Target.

 2. Rohit Mendha કહે છે:

  Nice suggestion from Shri Harnish Jani & good implement for the same. Superb excellent effort from Akhilbhai. Keep it up. Plan Halvad Tour. Thnks.

 3. Dr Rohit Barot કહે છે:

  પ્રિય અખિલભાઈ

  તમારું કામ એકદમ સરસ ચાલતું હોય તેમ લાગે છે ને તમે કામને આગળ વધારવા સરસ બંધારણ ને વ્યવસ્થાનો ઉપયોગ કર્યો છે તો તે બદલ તમને અને તમારી સાથે કામ કરનાર વ્યક્તિઓને હું અભિનંદન પાઠવું છું. તમારા એક પ્રસંગના અવલોકન પરથી આખા પ્રોજેક્ટનો અભિપ્રાય બાંધવો તે યોગ્ય પણ ન ગણાય. વિદ્યાર્થીઓની ચંચળતાના જુદા જુદા કારણો હોવાની શક્યતા છે. વિદ્યાર્થીઓનો સંકોચ પણ સમજી શકાય તેવો પ્રતિભાવ છે. વિદ્યાર્થીઓને તમારા ધ્યેય તથા પ્રોજેક્ટ પર કેવી માહિતી આપવામાં આવે છે તે પણ એક મહત્વની વાત છે. તમારું અવલોકન બરાબર છે પણ વિદ્યાર્થીઓના એક પ્રસંગ પરના પ્રતિભાવથી તમે જરા પણ નિરાશ નહિ થયા હો તેવી આશા રાખું છું. તમારા પ્રોજેક્ટનો સ્વીકાર કરવામાં કદાચ થોડી પૂર્વતૈયારીની પણ જરૂર હોય. મને ખાતરી છે કે આવી બધી બાબતોનો તમે તેમજ તમારા સાગરીતો ઝીણવટ પૂર્વક વિચાર કરશો ને તમારા કામમાં તમને વધારે સફળતા મળે તે દ્રષ્ટિ તરફ વધારે ધ્યાન આપશો. આ શિક્ષણનું કામ ઉત્તમ છે ને તમે તેમાં ચોક્કસ સફળ થશો.

  રોહિત બારોટ
  બ્રિસ્ટલ

 4. maulik shah કહે છે:

  akhilbhai

  I have not seen the films hence can’t say exactly but
  i feel the films with messages are usually for class 8 & beyond.so may be children of class 5-6-7 were little bored probably, Not sure though.!
  any way the tour diary is going to reveal many facts which we may be thinking otherwise.
  so keep noting…

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s