અનુભવમાંથી .. બે શબ્દો.

 

છેલ્લા છ મહિના દરમ્યાન મ.મી.મો.વા. પર જ ફોકસ રાખીને જીવ્યો છું.

પ્રોજેક્ટ માર્ગદર્શનનો પ્રારંભ ગયે વર્ષે તા.૦૨.૧૦.૨૦૦૮ના રોજ સુરતની જીવનભારતી સ્કૂલના રંગભવનમાં કર્યો હતો.

૩૦,૦૦૦ જેટલા ઇમેઇલ મોકલ્યા હતા .. 

ટેલિફોન અને મોબાઇલ ફોન દ્વારા કેટલાક સ્થાનિક મિત્રોને જાણ કરી હતી.

સભાગૃહમાં કુલ ૪૫ વ્યક્તિઓ ઉપસ્થિત રહી હતી.

મારા પરિવારના અને અંગત મિત્રોની સંખ્યા ૧૭ની હતી.

એટલેકે, પ્રોજેક્ટ માર્ગદર્શનને જાણવા – સમજવાની ઇચ્છા સાથે આવેલ મહેમાનોની સંખ્યા ૨૮ની હતી.

અહિં ઇન્ટરનેટ પર બ્લોગ દ્વારા પણ શરૂઆતમાં પ્રવૃત્તિઓનો અહેવાલ લખતો રહ્યો.

વરચ્યુઅલી લોકો મળ્યા.

જાતજાતના .. ભાતભાતના .. ધર્મ, સંપ્રદાય અને ભાષાના ..

સંસ્કાર અને સંસ્કૃતિ, રીત અને રીવાજ ..

વાદ અને વિવાદ .. ભાગ્યે જ અર્થપૂર્ણ સંવાદ ..

કહેનાર કહે …

બોલનાર બોલે …

સાંભળનાર તરીકે હું સતત શીખતો રહ્યો ..

લખનાર લખે …

વાંચનાર તરીકે મને સમજાતું સમજાતું રહ્યું …

પ્રસિધ્ધી પામવાની ઇચ્છા રાખનારાઓની વચ્ચે મારી જાતને ગોઠવી ના શક્યો …

એકમેકની પ્રસંશા કરવાના શિરસ્તામાં મારી જાતને ડૂબાડી ના શક્યો …

અવાજની દુનિયાનો હું માણસ, નોન પ્રોફેશનલ મુવી કેમેરા વડે મારી આજુબાજુના વિશ્વમાં ઘટતી ઘટનાઓને મારી આવડત પ્રમાણે નાની અને ટૂંકી ફિલ્મોમાં રૂપાંતરીત કરતો રહ્યો …

એક જ વિચાર સાથે કે,

પ્રેરણાદાયી વિડીયો ફિલ્મ દ્વારા સ્થાનિક બાળકો, યુવાનો અને મહિલાઓને વૈશ્વિક માહિતી અને જાણકારી આપી શકાય ..

જીવનને બહેતર બનાવવા જરૂરી એવું ‘માર્ગદર્શન’ આપી શકાય ..

તેમને અઘરા લાગતા સવાલોના સહેલા અને સરળ જવાબ મેળવી શકાય ..

અને બસ,

મારો રસ્તો ખૂલતો ગયો ..

આજીજી કર્યા વગર ..

આત્મસન્માન સાથે ..

દંભથી દૂર રહીને ..

જે કરવા ધાર્યું હતું તે જ કરવા તમામ શક્તિઓને કામે લગાડીને ..

જીવનસાથી તૃપ્તિની સંગાથે ..

લોકોની વચ્ચે રહીને, તેમને જાણતો ગયો .. મળતો ગયો .. ઓળખતો ગયો ..

કિનારા પકડીને બેસી જવાને બદલે .. વહેતો ગયો ..

આ દરમ્યાન સલાહો પણ અઢળક મળી .. સાંભળી લીધી ..

વિચાર વધતા ગયા ..

ગુંચવાડામાંથી સ્પષ્ટતા દેખાવા લાગી ..

જરૂરી અને બીનજરૂરીમાંથી અનિવાર્ય અને આવશ્યક બાબતોની સમજ કેળવાવા લાગી …

સાદગીમાં રહેલી સમૃધ્ધીનો પરિચય થયો …

ડીવીડી પ્લેયર ..

ઓડીયો એમ્પલીફાયર ..

એલ સી ડી પ્રોજેક્ટર ..

પછી લેપટોપ ..

અને હવે મ.મી.મો.વા … જેવી મુખ્ય જરૂરીઆત હવે પૂર્ણ થઇ છે …

આજે ૩૦મીસપ્ટેમ્બર, ૨૦૦૯ એટલે કે,

તા.૦૨.૧૦.૨૦૦૯થી બરાબર બે દિવસ પહેલા,

હવે મારા કાર્યક્ષેત્રનો નકશો બનશે …

પ્રથમ તબક્કામાં વલસાડ, નવસારી, ભરૂચ જીલ્લાના તાલુકાઓમાં આવેલી વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ માટે ખાસ કરીને પાડોશી રાજયો .. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની સરહદે આવેલ ગુજરાતી વિસ્તારોમાં ‘માર્ગદર્શન’ નું નિઃશુલ્ક આયોજન કરવાનો અમારો ઇરાદો છે.

દિવાળીની રજાઓ પૂર્ણ થયેથી .. નવા સત્રના પ્રારંભે અમે પણ અમારો પ્રવાસ શરૂ કરવા વિચાર્યું છે… તૈયારીઓ કરી રહ્યા છીએ.

માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવા શું કરવું ?

૧.   ત્રણ કે ચાર દિવસ ના સમય દરમ્યાન છ થી આઠ જેટલા ફિલ્મ શોનું આયોજન શ્રેષ્ઠ ગણાય જેથી સરેરાશ રોજના સવારે એક અને બપોરે એક એમ બે ફિલ્મ શો દ્વારા કોઇ બે શાળા કે કોલેજને હિસાબે છ થી આઠ સંસ્થાઓના વિદ્યાર્થીઓને લાભ આપી શકાય.

સમય

મંગળવાર

બુધવાર

ગુરૂવાર

શુક્રવાર

સવારે ૮.૩૦ થી ૧૦.૩૦

શો – ૧

શો – ૩

શો – ૫

શો – ૭

બપોરે ૨.૩૦ થી ૪.૩૦

શો – ૨

શો – ૪

શો – ૬

શો – ૮

૨.  જે તે સંસ્થાએ સ્પીકર, માઇક અને ઇલેક્ટ્રીકલ એક્ષટેન્શન બોર્ડની વ્યવસ્થા કરવાની રહેશે.

૩. અમે અમારા પ્રોજેક્ટર, પ્રોજેક્શન સ્ક્રીન, લેપટોપ, સીડી પ્લેયર, કનેક્શન વાયર અને એસેસરીઝ ઉપયોગમાં લઇશું. અમારો સફેદ પડદો બાંધી આપવાની સગવડ રાખવાની રહેશે.

૪.   જો બેઠક વ્યવસ્થા ભારતિય હોય તો પ્રોજેક્ટર મૂકવા માટેનું ટેબલ જમીનથી ૧૮ ઇન્ચ ઊચાઇનું અને પડદાથી ૧૫ ફૂટ દૂર રાખવું. જો બેઠક વ્યવસ્થા ખુરશીમાં હોય તો પ્રોજેક્ટર મૂકવા માટેનું ટેબલ જમીનથી ૩૦ ઇન્ચ ઊચાઇનું અને પડદાથી ૧૫ ફૂટ દૂર રાખવું.

૫. અમારા રાત્રી રોકાણ, નિવાસ અને ભોજનની વ્યવસ્થા કોઇ પણ એક શાકાહારી પરિવાર સાથે જ કરવા વિનંતી. ( હોટલ કે ધર્મશાળા કરતાં કોક અપરિચિત પરિવાર સાથે પરિચય કેળવવાનું વધારે ગમે છે. )

૬.   ભેટ, મેમેન્ટો કે પુષ્પગુચ્છ સ્વીકારવાથી દૂર જ રહીએ છીએ.

૭. છતાં તમે કે તમારી સંસ્થા આ કાર્યમાં સહભાગી થવા સ્વૈચ્છિક આર્થિક અનુદાન આપશો તો તેનો ઉપયોગ આ અભિયાનને આગળ ધપાવવા માટે જ કરીશું.

૮.   રૂ. ૫૦૧/– જેટલી રકમ પ્રતિ ફિલ્મ શો સાધનોના નિભાવ ખર્ચને પહોંચી વળવા માટે સ્વીકારવી જ જોઇએ એવું દબાણ કેટલાક મિત્રો કરી રહ્યા છે .. મેં હજુ કોઇ નિર્ણય લીધો નથી.

 અખિલ સુતરીઆ  

Cellphone – 0 9427 222 777    

Phone – 02632 243474 / 240842    

Email – akhilsutaria@gmail.com    

Website – www.akhiltv.com

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in આજની વાત. Bookmark the permalink.

5 Responses to અનુભવમાંથી .. બે શબ્દો.

 1. Kantilal Parmar કહે છે:

  અતિસુંદર, આપનું સ્વપ્ન સિદ્ધ થયું. હવે ખરૂં કામ હાથ ધરવાનું છે, એ માટે એક પગલું બસ થાય એ ધ્યાનમાં રાખી આગળ વધતા રહો સફળતા તમારા હાથમાં છે, મારા જેવા મારી રીતે આપની સાથમાં રહી પ્રેત્સાહન અને શુભઆશિશ પ્રાર્થીએ .

  આપનો ઈમેલ વાંચી કોમેન્ટ લખવા માંડી તે અટકી ગયું અને તમે સ્કાઈપ પર આવ્યા તો કોપી કરી અહીં લખી દીધું.

 2. Mahesh Dalal કહે છે:

  pl accept our compliments and best wishes on your sincere efforts.

  mdalal

 3. Gulabbhai Mistry કહે છે:

  Subject: દિલની વાત … સંતોષ સાથે ..

  અખિલભાઈ

  હું કેલીયેવાર વિંનતી કરી ચુક્યો છું

  અને ફરીથી કરીશ કે અમારું દેગામ ગામ ભૂલશો નહિ

  તમારી સગવડ દેગામ પ્રમુખ શ્રી ચીમનભાઈ લાડ કરશે એવી મને ખાતરી મળી છે.

  મારા અનુદાનથી હું વચનબદ્ધ છું

  ગુલાબ મિસ્ત્રી

 4. મુ. ગુલાબભાઇ,

  તમે તો વડીલ.

  વિનંતી કરીને મને શરમમાં ના મૂકો.

  પ્રવાસનું આયોજન એવી રીતે કરવાનું કે, સમય, શક્તિ અને પ્રયત્નનો શ્રેષ્ઠ ઉપયોગ થાય.

  એક સાથે નજીકના વિસ્તારોની મહત્તમ શાળાઓને સાંકળી લેવાથી પેટ્રોલ / સીએનજી ની પણ બચત કરવી એ અમારા લક્ષ્યમાં શામેલ છે.

  આપે મોકલાવેલ ખમીસ મળ્યું. આપને મે અગાઉ જણાવ્યું જ હતું કે, મારી કે તૃપ્તિની જરૂરીયાતો પૂરી કરનાર હજાર હાથવાળો ઉપર બેઠો જ છે.

  અમારા યજ્ઞ સમાન અભિયાન માર્ગદર્શનમાં વધુને વધુ લોકો સહયોગ કરે તે જ અમારી અપેક્ષા છે.

  કોઇ સમય આપે ..

  કોઇ સગવડ આપે ..

  કોઇ સંપર્ક કરી આપે ..

  કોઇ સજેશન આપે ..

  તો વળી કોઇક સંપત્તિ પણ આપે ..

  જેની પાસે જે હોય તે જ, તે વ્યક્તિ આપી શકે ..

  મારી દ્રષ્ટીએ મહત્વ આપનાર શું અને કેટલું આપે છે તે કરતાંય આપનારની ભાવનાનું ઘણું વધારે છે.

  અમે સૌની સદભાવનાને આદર આપી શકીએ, અને અજાણતાંય એનો અનાદર ના થઇ જાય તેવું તો ઇચ્છીએ જ ને ?!

  તમે ઓક્ટોબર મહિનામાં ભારત આવવાના છો ત્યારે તે જ અરસામાં તમારા ગામની મુલાકાત કરવાનું થાય તેવી રીતે આયોજન કરીશું.

  ખાસ – કદાચ તમારી જેમ જ વિદેશમાં વસતા અન્ય ગુજરાતી ભારતિયો પણ તેમના વતનમાં તેમની પરિચિત શાળાઓમાં કે કોલેજોમાં આ કાર્યક્રમનું આયોજન કરાવી શકે તેથી આ મેઇલ સૌને મોકલી રહ્યો છું.

 5. Kantilal Parmar કહે છે:

  તમારી સાથ મુંબઈની સફર કરી. આભાર. બીજો પ્રોગ્રામ બીજી વખત જોઈશ.
  ધન્યવાદ અને શુભઆશિષ માટે પ્રભુ પ્રાર્થના.
  કાંતિલાલ પરમાર
  હીચીન.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s