પ્રવાસ

 
 
આવતીકાલથી શરૂ થનારા મારા પ્રવાસની તૈયારી કરી રહ્યો છું.

મારો કેમેરા, બ્લેન્ક ડીવીડી, બેટરી, ચાર્જર, માઇક્સ, લાઇટ્સ, બેકડ્રોપ્સ, સ્ટેન્ડ, લેન્સ કીટ, સ્ક્રપ્ટબુક, સ્ટોરીબોર્ડ, પેન્સીલ, પેન, ફોનબુક અને અફકોર્સ ૭મીથી ૧૨મી સપ્ટેમ્બર દરમ્યાન જરૂરી કપડાં !!

આ પ્રવાસ દરમ્યાન અમારે પ્રથમ પડાવ સાતમીથી નવમી દરમ્યાન અશોકભાઇ, ધીરેન્દ્રભાઇ, મહમ્મદભાઇ, ઇકબાલભાઇ, ગોપાલભાઇ, સુનિલભાઇ, મ.મં. સ્વામીજી યોગાનંદજી સરસ્વતીજીની મુલાકાતનું આયોજન છે.

બીજો પડાવ નવમીની સાંજથી અગીયારમીની સવાર સુધી વડોદરા દરમ્યાન કમલેશભાઇ, અનિલભાઇ, રાજેન્દ્રભાઇ, પ્રણવભાઇ, લતાબહેન અને વાગેશબાવાશ્રીની મુલાકાતનું આયોજન છે. રાત્રે કેટલીક પ્રેરણાદાયી ફિલ્મોનું સ્ક્રીનિંગ કરવાનો ઇરાદો છે.

દસમીએ સવારથી સાંજ દરમ્યાન કનુભાઇ સાથે વિદ્યાનગર અને આણંદનો પ્રવાસ. રાત્રે કેટલીક પ્રેરણાદાયી ફિલ્મોનું સ્ક્રીનિંગ કરવાનો ઇરાદો છે.

બાળકો, યુવાનો અને મહિલાઓના સશક્તિકરણ માટે પ્રેરણાદાયી વિડીયો ફિલ્મોના આપણા અભિયાન માર્ગદર્શનને ધીમો પણ એકધારો પ્રતિસાદ, પ્રતિભાવ અને આવકાર મળી રહ્યો છે.

મને મફતમાં કદી કંઇ લેવાનું ગમ્યું નથી, ગમતું નથી. સવાલ આત્મસન્માનનો છે એટલે જ યાચક થઇને દાનપેટી લઇને નિકળવાને બદલે મને જે જેવું આવડે છે તે તેવું ખરીદવાની ઇચ્છા રાખનારાઓ માટે જ ઉપલબ્ધ કર્યું છે.

આ કરવાનો ઉદ્દેશ્ય એક જ – બાળકો, યુવાનો અને મહિલાઓના સશક્તિકરણ માટે પ્રેરણાદાયી વિડીયો ફિલ્મોના આપણા અભિયાન માર્ગદર્શનને લોકો સુધી સરળતાથી પહોંચાડવા જરૂરી એવી મલ્ટીમીડીયા મોબાઇલ વાન ખરીદી શકાય.

ખરોડ ગ્રામ પંચાયત, અજીતભાઇ પટેલ, કૈલેષ રાજદેવ, શીરીષ શાહ, કનુભાઇ શાહ અને જયંત શાહે અભિયાન માર્ગદર્શનને આર્થિક સહયોગ આપવા મારી પાસે તેમની સંસ્થાની વેબસાઇટ બનાવવાનું કામ આપ્યું.

માંડવી નગરપાલિકા માટે સીટી પ્રજાપતિએ, યોગીપાર્ક માટે જનક ગોર અને ટોરેન્ટ પાવર લી. માટે કેડ હાઉસે અભિયાન માર્ગદર્શનને આર્થિક સહયોગ આપવા મારી ફિલ્મ મેકીંગની આવડતનો ઉપયોગ કર્યો.

ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટયુટ ઓફ એન્જીનિયરીંગના અશોકભાઇએ અભિયાન માર્ગદર્શનને આર્થિક સહયોગ આપવા સંસ્થાના વિદ્યાર્થીઓ માટે મારા સેમીનાર્સનું આયોજન કર્યું.

એસ.એસ.સીમાં ભણતા સુરતના સંજય ગોહીલે તેના વિશાળ મિત્રવતૃળ માટે સ્પોકન ઇંગ્લીશના કાર્યક્રમનું આયોજન કર્યું. જેની આવકમાંથી પ્રેઝેન્ટેશન માટે મીનીલેપ ટોપ – EEE PC 1000HEની જરૂરીઆતનો પ્રબંધ કરી લીધો છે.

મલ્ટીમીડીયા મોબાઇલ વાન ખરીદવા જરૂરી એવા રૂ. ૩,૫૦,૦૦૦માંથી અમે રૂ. ૫૨,૦૦૦ મેળવી ચૂક્યા છીએ અને હાથ પર લીધેલા કાર્યો પૂરા થયેથી રૂ. ૬૫,૦૦૦ તેમાં ઉમેરાશે.

Advertisements

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in આજની વાત. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s