૦૩.૦૯.૨૦૦૯

 

દોસ્તો,
 
અલપઝલપ મળતા સમયે તમને કેટલીક મેઇલ્સ ફોરવર્ડ કરતો રહ્યો છું.
 
પણ આજે .. ઘણા સમય પછી તમને પત્ર ( ઇ મેઇલ ! ) લખવા બેઠો છું.
 
છેલ્લા ત્રણેક સપ્તાહ દરમ્યાન મલ્ટીમીડીયા મોબાઇલ વાન માટે જરૂરી એવું ફન્ડ રેઇઝ કરવા મને પ્રોત્સાહિત કરનારા મિત્રો અને સંસ્થાઓ માટે વેબસાઇટ તેમજ વિડિયો ફિલ્મ નિર્માણના કાર્યમાં વ્યસ્ત થઇ ગયો હતો / છું.
 
પાવર ઓફ ઇંગ્લીશ ઇન કન્વરસેશન નો સેમીનાર પણ સુરતના યુવાનો માટે હવે અંતિમ ચરણમાં આવી ગયો છે.
 
મારી આજુબાજુના જ વિશ્વમાં વસતા રોજે રોજ રેલ્વે કે બસમાં રોજગારી માટે સફર કરનારા લોકોના સંપર્કમાં વધારે આવવાનું થાય છે.
 
‘જીવન’ને વધારે નજીકથી જોવા સમજવાનો અવસર મળે છે. જાત જાત અને ભાત ભાતના વિષયો પર ગુજરાતની પ્રજાના વિચાર જાણવા મળે છે. લખવા બેસું તો … મારી આંગળીઓ થાકી મરશે. મારા રોજના અનુભવ અને જેમને મળવાનું થાય છે તેમની સાથેના સંવાદ મારા વોઇસ રેકોર્ડર પર રેકોર્ડ કરતો જાઉં છું અને રેડિયો અખિલ પર પ્રસારીત કરતા રહેવાનું આયોજન કરી રહ્યો છું.
 
આમેય, વાપીથી તાપીની વચ્ચે વસતા લોકોની ‘ભાષા’ સમૃધ્ધી વીશે મારે કંઇ કહેવાનું ન હોય. સભ્ય ભાષાનો જ ભાગ બની ગયેલી તદ્દન સહજ અને સરળતા સાથે વપરાતી અસભ્ય કે અભદ્ર શબ્દયુક્ત ભાષામાં રેકોર્ડ થયેલા સંવાદને એડીટ કરવાનું અસંભવ લાગે છે. ‘એવા’ શબ્દોના ઉચ્ચારણ વખતે ‘પી….પ’ એવો અવાજ ઓવરલે કરવામાં બોલનારના શબ્દોમાં વ્યક્ત થતી તેની ભાવના કે તેના ‘મીજાજનો રંગ’ અને તેની અભિવ્યક્તિમાં સમાયેલી લાગણીનું મરણ થઇ જતું જણાય છે.
 
માત્ર વાતોના વડાં જ નથી થતાં. ધીમે ધીમે હવે લોકો વિચારને અમલમાં મુકવા તરફ પણ વધવા તૈયાર થઇ રહ્યા હોય તેવું લાગે છે. આ મારો ભ્રમ હશે તો થોડા સમયમાં જ તૂટી જશે.
 
મારી તૈયારી આવા સંવાદો ‘એઝ ઇટ ઇઝ’ પ્રસારીત કરવાની છે. જનતાને મોઢે, જનતાના વિચારો, જનતાના અવાજમાં, જનતાના મીજાજમાં, જનતાની ભાષામાં … સરકાર અને તંત્રને પણ ખબર તો પડે કે .. જનતા શું વિચારે છે અને ઇચ્છે છે.
 
જો રોજના જીવનમાં જાહેરસ્થળોએ આપણા કાન પર પડતા ‘એવા’ .. અસભ્ય કે અભદ્ર શબ્દો આપણે સહી લેતા હોઇએ તો … સાચા અર્થમાં .. જે અખબારમાં છપાતું નથી કે છાપી શકાતું નથી કે પછી ટીવી / રેડીયો પર જે બતાડાતું – સંભળાવાતું નથી કે બતાડી – સંભળાવી શકાતું નથી તે .. સાચ્ચે સાચ્ચું … તેના અસ્સલ સ્વરૂપમાં જ તમને રેડિયો અખિલ પર સંભળાવવામાં આવે તો ?????
 
 
આવતા સપ્તાહે થનારા પ્રવાસની રૂપરેખા –
 
તા. ૦૭.૦૯.૨૦૦૯ – અંકલેશ્વર, રાજપીપળા.
તા.૦૮.૦૯.૨૦૦૯ – ગોરાગામ, કેવડીયા કોલોની.
તા.૦૯.૦૯.૨૦૦૯ – વસન્તપૂરા, સાંજ સુધીમાં વડોદરા.
તા.૧૦.૦૯.૨૦૦૯ – સવારે વિદ્યાનગર, બપોરે આણંદ,  સાંજે સમય વધશે તો નડિયાદ થઇને રાત્રે વડોદરા.
તા. ૧૧.૦૯.૨૦૦૯ – સવારે વડોદરાથી નીકળી બારડોલી, વાલોડ, માંડવી થઇને રાત સુધીમાં વલસાડ.
 
ખાસ સમાચાર –
 
તમને સૌને જણાવતા આનંદ થાય છે કે, ધીમે ધીમે … ટીપે ટીપે મલ્ટીમીડીયા મોબાઇલ વાન માટે અપેક્ષિત રૂ. ૩,૫૦,૦૦૦ના લક્ષ્યાંક તરફ વધતાં રૂ. ૭૫,૦૦૦ને આંક પર પહોંચી ગયો છું.

આ માટે હું વેબસાઇટ ડીઝાઇન કરવાની, ડોકયુમેન્ટરી વિડિયો બનાવવાની તેમજ જીવન બહેતર બનાવી શકાય તેવા સેમિનાર્સનું સચાલન કરવાની મારી આવડત અને અનુભવનો ઉપયોગ કરી રહ્યો છું.

જરૂર જેટલું જ જોઇએ છે એટલે .. યાચક થઇને દાનમાં કંઇ લેવું નથી અને મફતમાં કંઇ આપીને લેનારનું આત્મસન્માન ઘવાય તેવું કરવું નથી.

પ્રોજેક્ટ માર્ગદર્શનને આર્થિક સહયોગ આપનારા મિત્રોનો પ્રવાહ ધીમે ધીમે વધતો જાય છે. તેમણે આપેલ રકમ કરતાં, તેમની લાગણી અને શુભેચ્છાનું મહત્વ મારા માટે સૌથી વધારે છે.

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in આજની વાત. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s