૧૫મી ઓગષ્ટ, ૨૦૦૯

 

મારા મનમાં સવાલ છે કે ખરેખર આપણે સ્વતંત્ર છીએ ?

જનસમુહ તરીકે કે પછી વ્યક્તિગત રીતે ..

..

૧૨૫ કરોડથી ય વધુ લોકોના આપણા ભારતમા ૨૫૦ કરોડમાંથી કેટલા હાથ પાસે આજીવિકા મેળવવાનું કામ છે ?

‘કામ’ મેળવવા કેટલા શાળાએ થઇને કોલેજે પહોંચ્યા ?

‘કોલેજે’થી ભણીને જે મળી તે ‘નોકરી’ કરવા કે ‘નોકર બનવા’  સીવાય કેમ કોઇ વિકલ્પ નથી ?

દેશના તમામ વિદ્વાનો ખૂ………….બ બધું ભણીને જેઓ ભણવામાંથી રહિ ગયા છે તેમને માટે કાંઇ જ કરી શકે તેમ નથી ??

ભારતની જનતા આજે ૬૨મો સ્વાતંત્ર્ય દિન ઉજવશે.

ટીવી પર .. રેડિયો પર .. આખો દિવસ,

શાળા, કોલેજો, સરકારી દફ્તરોમાં … સવારે બે કલાક સુધી,

રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્રપ્રેમ ઉભરાશે.

આજનો દિવસ કે પછી … ખબર નથી.

આજના આ પર્વ પર મારી શુભેચ્છાઓ ..

આજને માટે કે .. !!

 

” The FREE man is he who does not fear to go to the end of his thought “

 3007

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in આજની વાત. Bookmark the permalink.

2 Responses to ૧૫મી ઓગષ્ટ, ૨૦૦૯

 1. jjkishor કહે છે:

  આજનાં, ફોટો અને વાત બન્ને, ગમ્યાં.

  અખિલ તમે છો, પણ તમારી સમગ્ર પ્રવૃત્તિ અખિલત્વ મેળવતી જાય છે.
  ખાસ તો એનો વ્યાપ, આ બધાં માધ્યમો દ્વારા.

  ‘ધીસ લાસ્ટ વન’ના હાથમાં ધ્વજ કશુંક કહી રહ્યો છે. મનને ગમે છે એટલું જ નહીં, તમારી ‘આજની વાત’ને બળ પૂરું પાડે છે.

  આશા રાખીએ, આજના સપરમા દિવસે આપણે સ્વતંત્રતાનો શબ્દાર્થ પામીએ.

 2. વડિલ,

  ઇન્ટરનેટ પર તમારી જેમ અને જેટલો લખવામાં સક્રિય નથી પણ આવડે છે તેટલું આમ તેમથી જોતાં શીખતો રહું છું. આજની વાત અને ફોટો તમને ગમ્યા એટલે મને સંતોષ થયો અને મારો ઉત્સાહ વધ્યો.

  યોગાનુયોગ હતો કે ગઇકાલથી ૬૨ વરસ પહેલા અડધી રાત્રે આઝાદી મળી અને ગઇકાલથી ૫૨૮૭ વરસ પહેલા (રજત શર્માના ઇન્ડીયા ટીવીએ કરેલી ગણત્રીને આધારે ) અડધી રાત્રે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો.

  એટલે સમયનું ચક્ર સતયુગ, દ્વાપરયુગ, ત્રેતાયુગ અને કળીયુગ … ૧૨૫૦ વરસનો એક યુગને હિસાબે કદાચ પૂર્ણ થતું હોય તો … ગઇરાત્રે ક્યાંક, કોકને ત્યાં તો શ્રી કૃષ્ણનો જન્મ થયો જ હશે જેવી આશા રાખવામાં શું વાંધો ?

  સ્વતંત્ર થઇએ કે નહિ … પણ કોકની સ્વતંત્રતા પર તરાપ ન મારીએ કે ન તે ઝૂટવી લેવાનો પ્રયત્ન કરી બેસીએ એટલી સભાનતા કેળવાય તો પણ … !!

  ખરૂંને ?

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s