૨૯.૦૭.૨૦૦૯ ફિલ્મ શોનું આયોજન

 

માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવા શું કરવું ?

માર્ગદર્શન એ અંદાજે બે કલાકનો કાર્યક્રમ છે જેમાં જરૂરિયાત મુજબ પ્રેરણાદાયી વિડીયો ફિલ્મ બતાવવામાં આવે અને પછી તે વિષય પર પ્રશ્નોત્તરી અને ચર્ચા ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં કરવામાં આવે છે.

વિદ્યાર્થીઓ અને મહિલાઓ માટે તેમના માનસિક, બૌદ્ધીક અને નૈતિક વિકાસલક્ષી એવો પ્રેરણાદાયી વિડિયો ફિલ્મોનો આ કાર્યક્રમ નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે. ન નફો અને ન ખોટ ને ધોરણે સંચાલન કરવા ઇરાદો છે.

૧. તૃપ્તિ અને મારી એમ બે ટીકીટો વલસાડથી તમારા શહેર સુધી આવવા જવાની રેલ્વે ટીકીટ ( સ્લિપર ક્લાસ / થર્ડ એસી ) ખરીદવી.

૨. પ્રોજેક્ટ માર્ગદર્શન માટે ન્યુનતમ યોગદાન – રૂ. ૫૦૧/– પ્રતિ ફિલ્મ શો ( સાધનોના નિભાવ ખર્ચને પહોંચી વળવા માટે )

૩. ત્રણ કે ચાર દિવસ ના સમય દરમ્યાન પાંચ થી છ જેટલા ફિલ્મ શોનું આયોજન શ્રેષ્ઠ ગણાય જેથી સરેરાશ રોજના સવારે એક અને બપોરે એક એમ બે ફિલ્મ શો દ્વારા કોઇ બે શાળા કે કોલેજના વિદ્યાર્થીઓને લાભ આપી શકાય.

૪. જે તે સંસ્થાએ સ્પીકર, માઇક અને ઇલેક્ટ્રીકલ એક્ષટેન્શન બોર્ડની વ્યવસ્થા કરવાની રહેશે.

૫. અમે અમારા પ્રોજેક્ટર, પ્રોજેક્શન સ્ક્રીન, લેપટોપ, સીડી પ્લેયર, કનેક્શન વાયર અને એસેસરીઝ ઉપયોગમાં લઇશું.

૬. અમારો સફેદ પડદો બાંધી આપવાની સગવડ રાખવાની રહેશે.

૭. જો બેઠક વ્યવસ્થા ભારતિય હોય તો પ્રોજેક્ટર મૂકવા માટેનું ટેબલ જમીનથી ૧૮ ઇન્ચ ઊચાઇનું અને પડદાથી ૧૫ ફૂટ દૂર રાખવું.

૮. જો બેઠક વ્યવસ્થા ખુરશીમાં હોય તો પ્રોજેક્ટર મૂકવા માટેનું ટેબલ જમીનથી ૩૦ ઇન્ચ ઊચાઇનું અને પડદાથી ૧૫ ફૂટ દૂર રાખવું.

૯. અમારા રાત્રી રોકાણ, નિવાસ અને ભોજનની વ્યવસ્થા કોઇ પણ એક શાકાહારી પરિવાર સાથે જ કરવા વિનંતી. ( હોટલ કે ધર્મશાળા કરતાં કોક અપરિચિત પરિવાર સાથે પરિચય કેળવવાનું વધારે ગમે છે. )

૧૦. ભેટ, મેમેન્ટો કે પુષ્પગુચ્છ સ્વીકારવાથી દૂર રહીએ છીએ. છતાં તમે કે તમારી સંસ્થા આ કાર્યમાં સહભાગી થવા સ્વૈચ્છિક આર્થિક અનુદાન આપશો તો તેનો ઉપયોગ આ અભિયાનને આગળ ધપાવવા માટે જ કરીશું. 

૧૧. આ સીવાય વધુ જાણકારી માટે મારો બીએસએનએલ મોબાઇલ 9427 222 777 અથવા ઘરનો નંબર 02632 243474 કે 240842 પર વીના સંકોચ સંપર્ક કરી શકો છો અથવા ઇમેલ તો થાય જ.

ચાલો સૌનું જીવન બનાવીએ બહેતર.

Advertisements

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in આજની વાત. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s