૨૫.૦૭.૨૦૦૯ વિચારોને અક્ષર

 

આજનો વિચાર

કદીક ક્યારેક દૂરના લોકો નજીક લાગે તો કદીક નજીકના દૂર થયેલા જણાય.

આજનો પ્રયત્ન

હિન્દીમાં પણ લખવું જોઇએ ખરૂંને ?

આજની વાત

આજના વેબકાસ્ટ – ભારતિય સમય પ્રમાણે રાત્રે ૮ કલાકે ‘મુલાકાત’ – મુકેશ મહેતા, ચિત્રકાર.

મને અન્ય લેખકોની જેમ અને જેટલું લખતા નથી આવડતુ.
 
લખવાનું મને હિચીનના કાન્તિભાઇ અને સુરતના ઉત્તમભાઇએ શીખડાવ્યું.
 
વિચારોને અક્ષર કે શબ્દો બનાવીને અહિ રજુ કરતાં મારાથી જોડણીની ભૂલોયે થતી હશે. ક્યારેક કોક સાક્ષરની નજરે ચડે, અને તેઓ મારું ધ્યાન ખેંચે ત્યારે ભૂલ સુધારવાનો આનંદ લઇ લઉં છું.
 
હું રહ્યો અવાજની દુનિયાનો માણસ. સ્કાયપ પર સાવ મફ્ફતમાં વાતો કરી શકાય અને રેડિયો અખિલના વિવિધ કાર્યક્રમોનું નિર્માણ તે દ્વારા કરતો રહું છું.
 
અંગત સ્વાર્થ કે પ્રસિધ્ધી માટે જીવતા કુવામાંના દેડકા જેવા લોકોને મેં કદી સાથ નથી આપ્યો.
 
લોકહિતને માટે જીવતા કે તે માટે જાગૃતિ આણવાનું કામ કરતા ઘણા એકલા ‘જણો’ને સાથ આપવા તેમની પડખે જરૂર રહ્યો છું.
 
આજે પણ મને ગાંધીવિચાર અને વિવેકવાણી મારું મનોબળ મક્કમ રાખવાના શ્રેષ્ઠ સ્ત્રોત જણાય છે.
 
અક્ષરના આવરણની પાર કોણ છે તે જાણવામાં ઘણી વાર ભૂલ થાય પણ અવાજના કંપન શબ્દોને નિવસ્ત્ર કરી આત્મીયતા કે આડંબરનો અહેસાસ કરાવતા હોય છે.
 
એટલે જ મને વાતો કરવી વધારે ગમે છે.
 
ફરી એકવાર .. 
 
હું રહ્યો અવાજની દુનિયાનો માણસ. સ્કાયપ પર સાવ મફ્ફતમાં વાતો કરી શકાય. તમારી સાથે પણ મને વાતો કરવી ગમશે જ.

 

આજની વેબ કોન્ફરન્સ – ભારતિય સમય પ્રમાણે રાત્રે ૮.૩૦ કલાકે ‘સંસ્મરણ’ – ગાંધી કોલેજ, સુરતમાં ભણેલા (મારા સહિત)ના કેટલાક એન્જીનિયરો જૂના દિવસો યાદ કરશે.

આજના રેડિયો પ્રસારણ – ભારતિય સમય પ્રમાણે સવારે ૬ થી રાત્રે ૧૧ દરમ્યાન

 • ભક્તિસંગીત
 • પ્રેરણા
 • જીવનજ્ઞાન
 • વાદ્યસંગીત
 • નવાજૂની (લાઇવ ફોન ઇન) –  સ્કાયપ દ્વારા તમે વિશ્વના કોઇ પણ શહેરમાંથી ભાગ લઇ શકશો.
 • જીવનસાફલ્ય
 • નવા ફિલ્મી ગીતો – રીમીક્ષ
 • જૂના ફિલ્મી ગીતો – મહમ્મદ રફી અને લતા મંગેશ્કર.

તમારા સુઝાવ, સજેશન, સુચન મને અને મારા કાર્યક્રમોને સુધરવાની તક પૂરી પાડે છે એ યાદ રાખજો.

 30497 / 2556

 
 
 
 

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in આજની વાત. Bookmark the permalink.

One Response to ૨૫.૦૭.૨૦૦૯ વિચારોને અક્ષર

 1. પંચમ શુક્લ કહે છે:

  અક્ષરના આવરણની પાર કોણ છે તે જાણવામાં ઘણી વાર ભૂલ થાય પણ અવાજના કંપન શબ્દોને નિવસ્ત્ર કરી આત્મીયતા કે આડંબરનો અહેસાસ કરાવતા હોય છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s