૨૪.૦૭.૨૦૦૯ ચાર સેમિનાર્સ

 

આજનો વિચાર

જયારે જયારે આપણી સામે અનિષ્ટોનું જોર વધી જાય છે ત્યારે કેમ આપણે નબળા પડીને તેને શરણે જતા રહીએ છીએ ? બમણા કે ત્રમણા જોરથી એ અનિષ્ટને નામશેષ કરવા કે નાથવાની હિમ્મત કેમ કેળવી શકતા નથી ?

આજનો પ્રયત્ન

હપ્તો લેનાર લુખ્ખો ‘દાદો’ કેવી રીતે બની ગયો ? અને એ ‘અભણ દાદો’ ભણેલા દાદાઓને માથે ચડે એ કેવી રીતે બને ? ….. અપને ઘરમેં ચાર કોકરોચકો માર દેનેકા મુઝે અધિકાર હૈ ક્યોકી મૈં સફાઇદાર ઘરમેં રહના ચાહતા હું.

આજની વાત

યુકેના દિનેશભાઇ, કાન્તિભાઇ, વડોદરાના અજયભાઇ, મુંબઇના ભરતભાઇએ જાણવાની ઇચ્છા કરી કે, પ્રોજેક્ટ માર્ગદર્શન માટે મલ્ટીમીડીયા મોબાઇલ વાન માટે ફન્ડરેઇઝીંગ કેવી રીતે કરી રહ્યા છો ?

ટીપે ટીપે સરોવર ભરાઇ રહ્યું છે.

મારી કલ્પનામાં પાંચ બેઠક વાળી મારૂતી વાન છે.

જેમાં હશે સીએનજી ફ્યુએલ સીસ્ટમ, સોલાર પાવર સીસ્ટમ, મીડીયા પ્રોજેક્ટર, પ્રોજેક્શન સ્ક્રીન, વિડીયો લાયબ્રેરી, પીસી, ઇનવર્ટર, સ્પેસ ફોર પર્સનલ સ્ટોરેજ.

ચાલક વત્તા ત્રણ સફર કરી કરી શકે તેવી રીતે બેઠક વ્યવસ્થા.

આ માટે વિવિધ સંસ્થાઓના ઉપક્રમે બાળકો, વિદ્યાર્થી, યુવાનો, મહિલાઓ, કર્મચારીઓ કે વડિલો માટે નીચે જણાવેલ ચાર સેમિનાર્સનું આયોજન થઇ શકે.

૧. જીવનજ્ઞાન –  જીવનને જાણવાની જડીબુટ્ટીઓ. વર્તમાન પરિસ્થિતિમાં ઇચ્છીત પરિણામ સુધી પહોંચવા જરૂરી એવી જાણકારી અને જ્ઞાન પ્રાપ્ત કરવાની સાદી અને સરળ રીત.

૨. જીવનધારા – જીવનને જીવવાની જડીબુટ્ટીઓ. વર્તમાન પરિસ્થિતિમાં પરિવાર અને વ્યવસાયની અનેક જવાબદારીઓ સાથે પણ મશીનને બદલે માનવ થઇને જીવવાનો સહેલો અને સસ્તો રસ્તો.

૩. જીવનસાફલ્ય – જીવનને જીતવાની જડીબુટ્ટીઓ. વર્તમાન પરિસ્થિતિમાં પરિવાર, સમાજ અને રાષ્ટ્રના વૃધ્ધી તથા વિકાસમાં ભાગીદાર બનીને પરિણામલક્ષી પ્રગતિ કરવાની અમલમાં મૂકી શકાય તેવી રીત.

૪. જીવનસાગર – જીવનને માણવાની જડીબુટ્ટીઓ. આર્થીક પરિસ્થિતી અને શારિરીક તેમજ માનસિક આરોગ્યને સમજણપૂર્વક સમતોલ રાખીને જીવનની પ્રત્યેક પળ માણવાની અનોખી અંગત રીત.

મલ્ટીમીડીયા પ્રેઝેન્ટેશન સાથે પ્રસ્તુત થતા આ પ્રત્યેક કાર્યક્રમની અવધી બે કલાકથી માંડીને આઠ કલાક સુધીની હોઇ શકે.  આ કાર્યક્રમના આયોજન માટે મારો સંપર્ક કરી શકો છો.

આ કાર્યક્રમ દ્વારા થનારી આવક મલ્ટીમીડિયા મોબાઇલ વાન લાવવા માટે કરશું.

આજના વેબકાસ્ટ – ભારતિય સમય પ્રમાણે રાત્રે ૮ કલાકે ‘મુલાકાત’ – ચંદ્રકાન્ત પટેલ, ઇલેક્ટ્રીકલ એન્જીનિયર.

આજની વેબ કોન્ફરન્સ – ભારતિય સમય પ્રમાણે રાત્રે ૮.૩૦ કલાકે ‘વેબસાઇટ કેવી રીતે બનાવશો ?’

આજના રેડિયો પ્રસારણ – ભારતિય સમય પ્રમાણે સવારે ૬ થી રાત્રે ૧૧ દરમ્યાન

  • ભક્તિસંગીત
  • પ્રેરણા
  • જીવનજ્ઞાન
  • વાદ્યસંગીત
  • નવાજૂની (લાઇવ ફોન ઇન) –  સ્કાયપ દ્વારા તમે વિશ્વના કોઇ પણ શહેરમાંથી ભાગ લઇ શકશો.
  • પાવર ઓફ ઇન્ગલિશ ઇન કન્વરસેશન.
  • જૂના ફિલ્મી ગીતો – કિશોરકુમાર અને હેમંતકુમાર.

તમારા સુઝાવ, સજેશન, સુચન મને અને મારા કાર્યક્રમોને સુધરવાની તક પૂરી પાડે છે એ યાદ રાખજો.

30458 / 2507

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in આજની વાત. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s