૧૩.૦૭.૨૦૦૯ તમારી સફળતા સાથે …

 
આજનો વિચાર

તમારી સફળતા સાથે અન્યોની સફળતા પણ જોડાયેલી જ હોય છે.

આજનો પ્રયત્ન

પરસેવાની દુર્ગંધ મારતા કપડા ધોવા માટે જે સાબુના પાણીમાં પલાળી રાખવાના હોય તેમાં અડધું લીંબુ નીચવી દેવાથી સાબુ ઓછો વપરાશે.

આજની વાત

કોઇ પણ વિષય પર સમયાનુસાર ચર્ચા કરનારા લોકો મને લોકલ ટ્રેઇનના ડબ્બામાં મળતા જ રહ્યા છે.

સરકારે બજેટ રજૂ કરી દીધું. મને ઇકોનોમીક્સના વિષયમાં ઝાઝી ગતાગમ પડતી નથી. આ બજેટથી કોને ફાયદો અને કોને નુકશાન જેવી ચર્ચા એક જૂથમાં ચાલતી હતી. રૂપિયો ક્યાંથી આવીને ક્યાં જશે પર સૌ પોતપોતાના મંતવ્યો રજુ કરી રહ્યા હતા.

પછી રૂપિયા એ ક્યાંથી આવીને ક્યાં જવું જોઇએ તેની ચર્ચા શરૂ થઇ.

ધનવાન, મધ્યમ અને ગરીબીરેખાની આસપાસ જીવતા વિવિધ વર્ગોને કેટલી લીલાલહેર કે ઝંઝટ છે તેનું વિવરણ થયું.

સરકારે સગવડને નામે કેટલી અગવડ ઊભી કરી દીધી અને હાલાકીનું પ્રમાણ કેટલું વધી ગયું તેના દ્રષ્ટાંતો અપાયા.

બાંધી આવકમાં વધેલા ઇનડાયરેક્ટ ટેક્ષીસ અને ઇન્કમ ટેક્ષ કમરને કેવી રીતે તોડી નાખે છે તેની હૈયાવરાળ નીકળી.

નરેન્દ્ર મોદી કે મનમોહનજીએ હવે શું કરવું જોઇએ તેના લીસ્ટ બનવા લાગ્યા.

મોંઘવારી ઘટાડવા સરકારે શું કરવું જોઇએ તેના વિકલ્પો અંગે પણ લોકો પાસે ઘણું કહેવાનું છે.

ટીવી અને છાપાવાળા યે પૈસા ઉલેચવામાં લાગી ગયા છે અને તેમને પણ એવું કંઇજ જડતું નથી કે જે વાંચવા કે જોવાથી આક આમ આદમીને આ દેશમાં જીવવાને ગૌરવ થાય.

૧૪૦ કરોડની વસ્તી ધરાવતા લોકોના જીવનમાં માત્ર અને માત્ર મુશ્કેલીઓ અને હાલાકી જ છે ???

વલસાડથી સુરત અપડાઉન કરનારા … અરે, કદાચ કોઇ પણ બે સ્ટેશનો વચ્ચે અપડાઉન કરનારા લોકો વિચારવંત તો છે જ.

કદાચ વાતો કરવામાં શુરા એવા આપણે સૌ પરિસ્થિતીને બદલવા આપણી ટેવ કે કુટેવ બદલી, ઘેંટાની જેમ જીવવાને બદલે; જે જોઇએ છે તે મેળવવાની જીદ ક્યારે કરશું ??

બાળકો, યુવાનો અને મહિલાઓને ‘શાળા પંચાયત’ ના પ્રયોગ દ્વારા સશક્ત અને સક્ષમ વહિવટના પાઠ શીખવાડી વંઠેલ રાજકારણીઓને પાઠ ભણાવવાનો સમય કાઢવો જરૂરી છે.

શું આપણે એટલા બધા વ્યસ્ત થઇ ગયા છીએ કે, આપણી પાસે ‘આપણે’ માટે સમય નથી ?

પ્રોજેક્ટ માર્ગદર્શન દ્વારા આ કામ થઇ રહ્યું છે.

 

Advertisements

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in આજની વાત. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s