૧૧.૦૭.૨૦૦૯ દિલ કદી ખોટું ન કરાવે.

 

આજનો વિચાર

જે કરવાથી દિલ આનંદિત થાય અને દિમાગ પ્રફૂલ્લિત એ સાચું કામ.

આજનો પ્રયત્ન

ખાબડ ખૂબડ રસ્તાઓ પર કાદવયુક્ત વરસાદી પાણીના ખાબોચીયામાંથી મારું વાહન પસાર કરતી વખતે કોઇના કપડા ન બગડે તેનું ધ્યાન રાખીશ.

આજની વાત

ગુરુપૂર્ણિમાએ ભરૂચ નજીક ખરોડની બી. એડ કોલેજના વિદ્યાર્થીઓને સંબોધન કરવાનું હતું. સવારે ગોધરાથી પશ્ચિમ સુપર ફાસ્ટ એક્ષપ્રેસ મારફત મારી ભરૂચ માટે રૂ. ૫૮ની અને તૃપ્તિની વલસાડ માટે રૂ. ૭૨ની ટીકીટો લઇને હંમેશા સમયસર આવતી આ ટ્રેઇનના અનરીઝર્વડ કોચમાં સફર કરવા માટે પ્રતિક્ષા કરી રહ્યા હતા.

ટ્રેઇન સમયસર આવી. યાત્રીઓથી ખીચોખીચ ભરેલા જનરલ ડબ્બામાં ચડવાની હિંમત ઓછી પડી. બાજુના જ રીઝર્વડ કોચના કન્ડકટરને પૂછયું કે, બે સીટ મળશે ? તેણે જવાબ આપ્યો, હા. નંબર ૬૫ અને ૬૬ પર બેસી જાઓ, પછી રસીદ બનાવી આપું છુ.

અમે સામાન સાથે અમારી બેઠક પર ગોઠવાયા. ૫૫ મીનીટ સુધી અંદાજે ૧૧૦ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે અલમોસ્ટ નોન સ્ટોપ રીતે વડોદરા સુધી આવી પહોંચ્યા ત્યાં સુધી તો કન્ડકટર આવ્યો જ નહિ. ટ્રેઇન પ્લેટફોર્મ પર દાખલ થઇ. ધીમી પડી અને ઊભી રહી ગઇ.

અહિથી સ્ટાફ બદલાવાનો હતો. રતલામથી વડોદરાની ડયુટી કરીને છૂટો થતો કન્ડક્ટર વડોદરાથી મુંબઇની ડયુટી પર હાજર થતા કન્ડકટર સાથે મારી પાસે આવ્યો. બન્ને મારી નજીક આવ્યા. જૂનાએ નવાને અમારો હવાલો સોપ્યો.

તે બોલ્યો, ‘સાબ, સમજ કે દે દીજીયે’.

મેં પૂછયું, એમાં સમજવાનું શું હોય ?

તે બોલ્યો, ‘વૈસે તો દોસો તક હો જાયેગા, લેકીન સૌ લગેગા’

મેં કહ્યું, ‘સાહબ, ભારતિય રેલ અપની રેલ હૈ  ના ? મૈ સમઝતા હું આપકો અચ્છી ઔર વ્યાજીબ તનખ્વાહ ભી મીલતી હોગી. તો આપ હમે યહ કાનુનન અપરાધ કરનેકે લીયે ક્યું ઉકસાતે હૈ ? ક્યા આપકી જીન્દગીમેં યે પચાસ રૂપયે ખુશી લા સકતે હૈ ? અગર હાં તો કીતની ?’

બન્ને જણ એકમેકની સામે જોવા લાગ્યા.

મેં ઉમેર્યું, ‘ એક બાર આજ મેરે સાથ ઇમાનદારીસે હમારે દેશકી સબસે જયાદા લોગોંકો રોજગાર દેનેવાલી હમારી રેલ્વે કે બારેમેં સોચતે હુએ હિસાબસે જો રસીદ બનાની ચાહિયે વહી બનાઇએ. મુઝે વિશ્વાસ હૈ આપકો વો ખુશી મીલેગી જીસકા અહેસાસ આપકો હમેશા આજકા દિન યાદ દિલાયેગા. કાનુન પાલનકે લીયે હોતે હૈ, તોડને કે લીયે નહિ. જીસ સુવીધાકા હમ ઇસ્તેમાલ કરતે હૈ ઉસકા કીરાયા દેનેમેં ક્યો કષ્ટ કોના ચાહિયે ?’

પહેલો કન્ડક્ટર બોલ્યો, ‘ક્યા બાત હૈ સર ! હમેં દસ સાલકી સર્વીસમેં ઐસા અનુભવ પહલી બાર હુઆ હૈ.’

બીજો કન્ડક્ટર બોલ્યો, ‘ પહલી બાર ઐસા પેસેન્જર મીલા હૈ જો કાનુનકે હિસાબસે રૂ. ૫૮ કી ટીકીટ પર રૂ. ૯૦ ઔર રૂ. ૭૨ કી ટીકીટ પર રૂ. ૮૫ કી રસીદ બનવાતે હૈ. સર, જયાદાતર લોગ હમે પટાનેકા હી કામ કરતે હૈ. આપને તો હમે જગા દીયા.’

…. મારું મન વિચારે ચડયું … ભારતિય રેલ્વેની કેટલી ટ્રેઇનોમાં કેટલા કન્ડકટરો કેટલા પેસેન્જર સાથે કેવો વહેવાર કરતાં હશે ?

…એ ગમે તે હોય, લોકોને જે કરવું હોય તે કરે, મારે એ જ કરવું જે …. મારું દિલ કહે.

મને ખબર છે કે દિલ કદી ખોટું ન કરાવે.

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in આજની વાત. Bookmark the permalink.

4 Responses to ૧૧.૦૭.૨૦૦૯ દિલ કદી ખોટું ન કરાવે.

 1. Markand Dave કહે છે:

  priy Akhilbhai,

  Bijaa loko naa mate aapane maravaa naa thayaa che.

  joke aapane haji maanas chie.

  keep it up with care.
  Markand Dave.

 2. DR.MAULIK SHAH કહે છે:

  demanding always for our needs and forgettin duties is problem of the century. India thrives on people like you.

 3. Gulab Mistry કહે છે:

  Well done Akhilbhai,

  Such experience with railway tts is common to most of us. But very few are as fearless and as discipled as you are!

  I was definitely inspired and will follow your example.

 4. નિતિન કહે છે:

  દિલ તો હંમેશા સાચુ કેહતુ હોય છે, પણ આપણે એને સાંભળતા નથી!
  આપણે ફક્ત એટલુંજ સાંભળીયે છીએ જેથી ફાયદો થાય.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s