૩૦.૦૬.૨૦૦૯ દેગામની મુલાકાત

 

આજનો વિચાર

વિચારોનું વેપારીકરણ કરવાને બદલે વ્યાવસાયિકરણ કરવું વધારે ઇચ્છનિય છે.

આજની વાત

તા. ૨૬મી જૂને નવસારી જીલ્લાના ચીખલી નજીક આવેલા દેગામની મુલાકાત લીધી. સવારે ૧૦થી સાંજે ૫ સુધીમાં ગામના અગ્રણીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો, યુવાન યુવક–યુવતીઓ, ગૃહસ્થો, ગૃહિણીઓ, ખેડૂતો, ખેતમજૂરો, દુકાનદારો સાથે વાતો કરી. તેનું ઓડિયો રેકોર્ડિંગ કર્યું. રેડિયો અખિલ પર મને થયેલા આ અનુભવને સાંભળી શકાશે.

દેગામની કેટલીક તસવીરો … નીચે ફોટો ગેલેરીમાં .. 

ગામના લોકોને મેં પૂછેલા સવાલો –

નીચેના સવાલોના જવાબ ફક્ત એક જ શબ્દ અથવા વાક્યમાં આપો.

  • બાળકોના શારીરિક વિકાસ માટે શું કરવું જોઇએ ?
  • બાળકોના માનસિક વિકાસ માટે શું કરવું જોઇએ ?
  • બાળકોના બૌદ્ધિક વિકાસ માટે શું કરવું જોઇએ ?
  • બાળકોના આધ્યાત્મિક વિકાસ માટે શું કરવું જોઇએ ?
  • બાળકોને આપણી સંસ્કૃતિનો પરિચય કરાવવા શું કરવું જોઇએ ?
  • આજના યુવાનોની સૌથી મોટી સમસ્યા કઇ ?
  • યુવાનોની શૈક્ષણિક કારકીર્દી માટે શું કરવું જોઇએ ?
  • યુવાનોની વ્યાવસાયિક કારકીર્દી માટે શું કરવું જોઇએ ?
  • યુવાનોના આર્થિક વિકાસ માટે શું કરવું જોઇએ ?
  • તમારી દ્રષ્ટિએ આજના યુવાનોની મુખ્ય સામાજીક જવાબદારી કઇ ?
  • બાળકો અને યુવાનોને શાળા કે કોલેજમાં મળતું શિક્ષણ તમને કેવું લાગે છે ?
  • મહિલાઓ અને ગૃહિણીઓ સામે સૌથી મોટી સમસ્યા કઇ ? 
  • ગૃહ સંચાલનના કાર્યમાં નિપુણતા કેળવાય તે માટે માટે શું કરવું જોઇએ ?
  • બાળકોના ઉછેરમાં પડતી મુશ્કેલી કઇ ?
  • વાર, તહેવાર અને પ્રસંગોએ કયા રીત રીવાજ બદલવા અનિવાર્ય લાગે છે ?
  • પુરૂષો અને વડિલો સામે આજની સૌથી મોટી સમસ્યા કઇ ? 
  • યુવાનોને પરિવારની આર્થિક વ્યવસ્થામાં હિસ્સેદાર બનાવવા શું કરવું જોઇએ ?

તમે પણ તમારા જવાબ લખી જ શકો છો.

Advertisements

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in આજની વાત. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s