૨૪.૦૬.૨૦૦૯ બચતના પ્રકાર

 

આજનો વિચાર

બચતના પ્રકાર કેટલા ? શેની બચત કયારે, ક્યાં અને કેવીરીતે કરી શકાય ?

આજનો પ્રયત્ન

હજુ પણ કાંઠા વિસ્તારના અશિક્ષિત કે અલ્પશિક્ષિત લોકોને બેન્કના એ ટી એમ મશીનનો ઉપયોગ કરવાની ફાવટ આવતી નથી, સાંજે એકાદ કલાક કોકને મદદરૂપ થવાનો પ્રયત્ન કરીશ.

આજની વાત

ફયુચર ઓફ ઇન્ડિયા – માર્ગદર્શન ના આયોજન કરવા માટે આજે અમદાવાદ અને વાપીથી એમ બે ફોન આવ્યા. અમદાવાદની એક લાયન્સ ક્લબના આવતા વર્ષ દરમ્યાન પ્રમુખ બનનાર બહેને મારી પાસેથી વિસ્તૃત જાણકારી મેળવી. અમદાવાદની શાળાઓના બાળકો માટે આ કાર્યક્રમના આયોજનમાં શહેરની અન્ય લાયન્સ ક્લબને પણ સાંકળી લેવાનો તેમનો વિચાર મને પણ ગમ્યો.  વાપીની એક શાળાના આચાર્યબહેને એવી ઇચ્છા વ્યક્ત કરી કે અમારી શાળાના ધો. ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓને કારકીર્દીલક્ષી માર્ગદર્શન આપવા એક કાર્યક્રમનું આયોજન કરીએ.

મેં કહ્યું, આપણે વિદ્યાર્થીઓની માનસિક, શારિરીક, બૌદ્ધિક ક્ષમતા અને તેમના પરિવારની આર્થિક તેમજ સામાજીક પરિસ્થિતિને કેન્દ્રમાં રાખીને તેમણે કેવા નિર્ણય લેવા જોઇએ તેવા વિષય પર ફિલ્મ શો અને સવાલ જવાબનો કાર્યક્રમ રાખી શકાય.

Advertisements

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in આજની વાત. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s