૧૧.૦૬.૨૦૦૯ જીવનમાં જે ..

આજે  તા. ૧૧.૦૬.૨૦૦૯ ને http://www.akhiltv.com પર શું જોવા, સાંભળવા અને વાંચવા મળશે ?
 

આજની તસવીર હવા …. ઊંટ !
 

આજનો વિચાર જીવનમાં જે ઇચ્છતા હોઇએ તે કરતાં જેની જરૂર હોય તે મેળવવા પ્રયત્ન કરવો વધુ હિતાવહ છે.
 
આજનો પ્રયત્ન વલસાડ શહેરની ૧૪ શાળા અને ૮ કોલેજોના આચાર્યોને ફોન દ્વારા પ્રેરણાદાયી ફિલ્મો દ્વારા સ્થાનિક બાળકો તેમજ યુવાનોને વૈશ્વિક નાગરીક બનાવવાના નિઃશુલ્ક અભિયાન ‘માર્ગદર્શન’ની માહિતી આપવી. આ ઉપરાંત તેમને ટપાલ દ્વારા એક પત્ર મોકલવો.
 
આજની વાત ડીગ્રી એન્જીનિયરીંગ કોલેજમાં એટીકેટીની અડફટે ચડેલા કેટલાક યુવાનો મને મળવા આવ્યા હતા. ઉંમર ૨૨થી ૨૪. ડીગ્રી મેળવવામાં હજુ બે–ત્રણ વરસ લાગી જાય.. અભ્યાસક્રમ અઘરો લાગે છે .. શિક્ષકો બરાબર ભણાવતા નથી .. પ્રયોગશાળામાં સમજાતું નથી કે શું કરવું… માતાપિતાએ મહેનતે કમાયેલા પૈસા અમારા ભણતર પાછળ ખર્ચી નાખવામાં કોઇ કસર બાકી રાખી નથી… અમારા સીનીયરો પણ યોગ્ય નોકરી મેળવી નથી શક્યા.. ગમે ત્યાં નાની કંપનીઓમાં પગાર .. આવક ચાલુ થઇ જાય તેથી કામે લાગી ગયા છે… વર્કરોના યુનિયન તેમની નોકરીનો વિરોધ કરે છે એટલે તેમને ટેમ્પરરી કે ટ્રેઇની તરીકે કામ પર રાખ્યા છે .. અમારા જેવાની ગણત્રી નથી થતી વર્કરમાં કે નથી થતી ઓફિસર તરીકે… આગળ એમ.બી.એ. કરવાનો પણ કોઇ અર્થ સરશે કે કેમ તેનો ભરોસો નથી .. શું કરીએ ??
 
આવનારા સમયમાં કારીગરની જ બોલબાલા રહેશે. તમે લીધેલ શિક્ષણ અને કરેલ અભ્યાસને આધારે એને અનુરૂપ કામ કરનાર નિષ્ણાત ‘કારીગર’ બનવાનો રસ્તો ખુલ્લો છે. કેબીનની નોકરીનો મોહ છોડી, બાંય ચડાવી આંગળીને ટેરવે હુન્નર કેળવો તો દુનિયાને કઠપુતળીની જેમ નચાવી શકશો.
મોંઘીદાટ કારને સર્વિસ કરનાર મીકેનીકને રવિવારે કોકની કાર ટ્રાયલ પર ફેરવતાં મેં જોયો છે !!  
 
આજના પ્રસારણ
 
વિડિયો પ્રોગ્રામ્સ  શેરડીના ખેતરમાં અને અન્ય ૪૮ ફિલ્મો !!
લાઇવ વેબકાસ્ટ   સ્લાઇડ શો.
રેડિયો પ્રોગ્રામ્સ   તુષાર સુવાલકા, પ્રદિપ પટેલ, સીમા પટવર્ધન,
લાઇવફોન ઇન   તમારા શહેરની નવાજૂની તમારા અવાજમાં તમારા શબ્દોમાં વિશ્વભરના શ્રોતાઓ માટે.
 
આજના બ્લોગ અપડેટ
 
શિક્ષણને લગતો સળગતો સવાલ અને તેનો અમલમાં મૂકી શકાય તેવો જવાબ વાંચવા ક્લિક કરો .. અંતરના ઉંડાણમાંથી
આજ સુધીમાં પ્રકાશીત થયેલા આજના વિચાર, પ્રયત્ન અને મારી રોજની વાત વાંચવા ક્લિક કરો આજની વાત
અખિલટીવી અને રેડિયોનો સંક્ષિપ્ત પરિચય સાંભળવા ક્લિક કરો અક્ષર અને અવાજ
દર સોમવારે બદલાતો આ અઠવાડીયાનો સવાલ .. વાંચવા અને તેના જવાબમાં ધીર ગંભિર દિમાગ હલાવી તેવા કે પછી દિલને હળવાશ આપે તેવી ટીખળ લખવા અહીં ક્લિક કરો  મારા સવાલ તમારા જવાબ
 
નોંધઃ જો આપને એમ લાગતું હોય કે આ મેઇલ તમારા મિત્રોને પણ મળે તો સારુ, તો એમને ગુગલ ગૃપમાં જોડાવા નીચે આપેલ લિંક મોકલી આપો.
 

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in આજની વાત. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s