૦૮.૦૬.૨૦૦૯ કોઇ પણ કામની

409

આજનો વિચાર

કોઇ પણ કામની શરૂઆત એકથી જ થાય …  સ્વથી જ થાય.

આજનો પ્રયત્ન

વલસાડ જીલ્લાના પાંચેય તાલુકાની અંદાજીત ૨૫૦ શાળાના આચાર્યોનો ટેલીફોન દ્વારા સંપર્ક કરીને તેમની શાળાના વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક ફિલ્મ શો ‘માર્ગદર્શન’ ના આયોજન કાર્યનો આરંભ કરવો.

આજની વાત

શાળાઓમાં શિક્ષણસત્ર આવતી કાલથી શરૂ થઇ જશે. પુસ્તકો, નોટબુકો, બોલપેન, પેન્સીલ, રબર, દફ્તર, વોટરબેગ, નાસ્તાનો ડબો, યુનિફોર્મ, રેઇનકોટ, પગરખાં … બધું જ નવું નક્કોર લઇને વિદ્યાર્થીઓ જ્ઞાનપ્રાપ્તિની ક્રિયા નવા ઉમંગ સાથે કરશે. નવા મિત્રો બનશે. જૂના મિત્રો સાથે ફરી પાછી ધિંગામસ્તી કરશે. ‘તેં વેકેશનમાં શું કર્યુ?’ એકમેકને પુછાશે. કરેલી મોજની વાતો વ્યક્ત થશે.

બેલ પડશે. પહેલી કે છેલ્લી પાટલી પર પોતાને મનગમતી જગ્યા .. મનગમતા મિત્રની બાજુમાં મેળવવા દોડાદોડ થશે .. પ્રાર્થના થશે. આચાર્યનું ઉદબોધન .. બે થી માડીને બાર શિખામણો અપાશે. વર્ગશિક્ષક પોતાની સુચનાઓ આપશે. નવું સમયપત્રક લખાવવામાં આવશે. સત્ર ફી લાવવાની .. જમા કરાવવાની … પુઠા ચડાવેલ પુસ્તકો અને નોટબુક પર સુવાચ્ય , સુંદર અક્ષરે લેબલમાં નામ લખાયેલ હશે.  વર્ગકામની નોટબુકમાં લખવાનું શરૂ કરતાં પહેલા … ઇષ્ટદેવનું નામ લખાશે. 

ત્રણ માસ પછી …

પુસ્તકો, નોટબુકો, બોલપેન, પેન્સીલ, રબર, દફ્તર, વોટરબેગ, નાસ્તાનો ડબો, યુનિફોર્મ, રેઇનકોટ, પગરખાં … બધું જ વપરાયેલુ, ઘસાયેલું, ચીમળાયેલુ, ખોવાયેલુ,  ….

છ માસ પછી …

પુસ્તકો, નોટબુકો, બોલપેન, પેન્સીલ, રબર, દફ્તર, વોટરબેગ, નાસ્તાનો ડબો, યુનિફોર્મ, પગરખાં … બધું જ વપરાયેલુ, ઘસાયેલું, ચીમળાયેલુ, ખોવાયેલુ, ….  ફાટેલુ….છેલ્લે પાને .. વચલે પાને .. મિત્રોના મોબાઇલ નંબર લખેલું … બોલપેન વડે લખાણ અંડરલાઇન કરેલું,  … આઇ એમ પી અક્ષરોની નોંધ કરેલું … છાપેલા ચિત્રો પર બોલપેનથી એડીટીંગ કરેલું …

નવ માસ પછી …

તમે જાતે જ જોઇ લેજોને !!!!!

આજના પ્રસારણ

વિડિયો પ્રોગ્રામ્સ  જયોતિબહેન નર્મદા પરિક્રમા અંગે અને અન્ય ૪૮ ફિલ્મો !!

લાઇવ વેબકાસ્ટ   સ્લાઇડ શો.

રેડિયો પ્રોગ્રામ્સ   પ્રદ્યુમ્નભાઇ તન્ના સાથે સંવાદ,  આપણી વાત,  કામની વાત,  માર્ગદર્શન, વાદ્યસંગીત.

લાઇવફોન ઇન   તમારા શહેરની નવાજૂની તમારા અવાજમાં તમારા શબ્દોમાં વિશ્વભરના શ્રોતાઓ માટે.

આજના બ્લોગ અપડેટ

ભારતિય સેના – વિચારબીજ કેપ્ટન નરેનભાઇ સાથે સંવાદ વાંચવા ક્લિક કરો .. અંતરના ઉંડાણમાંથી

ખિલટીવી અને રેડિયોનો સંક્ષિપ્ત પરિચય સાંભળવા ક્લિક કરો અક્ષર અને અવાજ

આજ સુધીમાં પ્રકાશીત થયેલા આજના વિચાર, પ્રયત્ન અને મારી રોજની વાત વાંચવા ક્લિક કરો આજની વાત

દર સોમવારે બદલાતો આ અઠવાડીયાનો સવાલ .. વાંચવા અને તેના જવાબમાં ધીર ગંભિર દિમાગ હલાવી તેવા કે પછી દિલને હળવાશ આપે તેવી ટીખળ લખવા અહીં ક્લિક કરો  મારા સવાલ તમારા જવાબ

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in આજની વાત. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s