૨૮.૦૫.૨૦૦૯

આજનો વિચાર

જે કામ આવતી કાલે કરવાનું હોય તેનું આયોજન તો આજે જ કરવું પડેને ?

આજનો પ્રયત્ન

આજે સાંજે સ્થાનિક બસ સ્ટેશને જઇ પૂછપરછના કાઉન્ટર પર ફરજ બજાવતા કર્મચારીને કોક રીતે મદદરૂપ થવાનો વિચાર છે. 

આજની વાત

ગઇકાલે એક અપરિચિતનો ફોન આવ્યો. મને કહ્યું, તમે મને મેઇલ મોકલો છો પણ હું તમને ઓળખતો નથી. તમારી ઓળખાણ આપશો ?

હું મુંઝાયો. મારે મારી ઓળખાણ આપવાની. હું કોણ ?  શરીર ?  આત્મા ?  અસ્તિત્વ ?  હું તો બરાબરનો ફસાયો. મેં વળતો સવાલ કર્યો. તમે મારી ઓળખાણ માગી કે પરિચય ?  હવે તે મુંઝાયા. અને અમે બન્ને ખડખડાટ હસી પડયા.

ઓળખ વગર જન્મ લઇને જીવનભર ઓળખ પામવાની ઇચ્છા સાથે જગ છોડી જઇશું ત્યારે કેવા ઓળખાઇશું એ આપણો પરિચય કે ઓળખ ???

Advertisements

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in આજની વાત. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s