૨૩.૦૫.૨૦૦૯

આજનો વિચાર

કોઇની સાથે વાતો કરતી વખતે તમે શું વિચારો છો તે વ્યક્ત ન કરી શકો તો તે માત્ર સમય અને શબ્દોની બરબાદી છે.

આજનો પ્રયત્ન

બાળકોને બગડીને ભંગાર ખાતે ગયેલા કોઇ એક ઇલેક્ટ્રીકલ સાધનનું પોસ્ટમોર્ટમ કરી બતાડવું.

આજની વાત

બારમા ધોરણ વિજ્ઞાનમાં પાસ થનાર વિદ્યાર્થીઓ અને તેમના માતા પિતાને ઉચ્ચ શિક્ષણ આપતી મશહુર થઇ ગયેલી સંસ્થાઓમાં પ્રવેશ મેળવવા ગજવામાં પરસેવો પાડીને કરેલ કમાણી ડોનેશન તરીકે આપી દેવા આતુર બનેલા જોઇને દુઃખ થાય છે. સમાજના આર્થિક રીતે નબળા વર્ગને સરકાર મદદ કરે છે. ધનાઢય વર્ગ પોતાનો રસ્તો જાતે કરી લે છે.

મધ્યમ વર્ગનું શું? શિક્ષણ મેળવવાની પ્રક્રિયા કેમ જટીલ થઇ ગઇ છે ? સામાન્ય માનવીના ગજવાને પરવડે તેવી કેમ નથી? દેખાદેખીમાંથી, ચીલાચાલૂ ઘરેડમાંથી, આંધળી દોટ મૂકનારાઓની રેસમાંથી બહાર નીકળીને પોતાને ગમતી જીન્દગી જીવવા કેમ કોઇ તૈયાર થતું નથી.

સત્યાનાશ જાય મેકોલેનું … કે જેણે એવી શિક્ષણવ્યવસ્થા ઊભી કરી જેને પરિણામે ભારતિયોની માનસિકતા ઘેંટાબકરા જેવી થઇ ગઇ છે.

છેક ૧૯૪૭થી અત્યાર સુધીમાં આંગળીને વેઢે ગણી લેવાય એટલા જ માતા–પિતા પાક્યા કે જેમણે પોતાના સંતાનોને આવી શિક્ષણ વ્યવસ્થા, પધ્ધતિ અને પ્રથાથી દૂર રાખીને પણ સુસંસ્કૃત અને સ્વાવલંબી કર્યા તેમજ આત્મસન્માન સાથે  આ જ ધરતી પર પોતાનું અસ્તિત્વ સ્થાપીને જીવન જીવતાં શીખવાડયું.

‘લોકો શું કરે છે તેને બદલે પોતે શું કરવું છે’ ની સમજ કેવી રીતે કેળવી શકાય ?

Advertisements

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in આજની વાત. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s